Home » photogallery » valsad » આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

Gujarat travel Destination: દૂધની જળાશયમાં સહેલાણીઓની સહેલગાહ માટે લંગારાવામાં  આવેલી 100થી  વધુ હોડીઓને રંગબેરંગી કાપડ અને ફૂલોથી  આકર્ષક સજાવટ કરતાં દૂધનીની  સુંદરતામાં વધારો થયો છે. 

विज्ञापन

  • 114

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    ભરતસિંહ વાઢેર,દૂધની: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ  છેવાડાના વિસ્તારમાં આવેલું દૂધની જળાશય અત્યારે સહેલાણીઓમાં  આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જાણીતા પર્યટન સ્થળ પર જળાશયમાં સહેલાણીઓની સહેલગાહ માટે લંગારાવામાં  આવેલી 100થી  વધુ હોડીઓને રંગબેરંગી કાપડ અને ફૂલોથી  આકર્ષક સજાવટ કરતાં દૂધનીની  સુંદરતામાં વધારો થયો છે.  ત્યારે ત્રણ પ્રદેશોના સંગમ સ્થળ એવી જગ્યા પર આવેલું આ દૂધની જળાશય મીની જમ્મુ કાશ્મીર તરીકે જાણીતું થઈ રહ્યું છે. ત્યારે વર્ષોથી સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલ દૂધની જળાશયનું  સૌંદર્ય અત્યારે  સોળે કળાએ ખીલી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 214

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં દૂધની જળાશય આવેલું છે. દમણગંગા નદી પર આવેલા દૂધની જળાશય  જાણીતું પર્યટન સ્થળ છે.

    MORE
    GALLERIES

  • 314

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    ચારેય બાજુ નાના-મોટા પર્વતોની હારમાળાઓ નદી અને આ જળાશય એવા આ  કુદરતના ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા દૂધની જળાશય પર જાણે કુદરતે સોળે કળાએ સુંદરતા બક્ષી છે. આથી દૂધની જળાશય સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

    MORE
    GALLERIES

  • 414

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    હવે આ દૂધની જળાશયમાં સહેલાણીઓના સહેલગાહ માટે  લગાવવામાં આવતી 100થી વધુ બોટને રંગબેરંગી કાપડ અને ફૂલોથી શણગારવામાં આવી છે. આથી આ શણગારેલી બોટ આ જળાશયના સૌંદર્યમાં વધારો કરી રહી છે.

    MORE
    GALLERIES

  • 514

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    સહેલાણીઓને સહેલગાહ કરાવતી બોટો પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીંનું કુદરતી વાતાવરણ જમ્મુ-કાશ્મીરના કુદરતી વાતાવરણની યાદ અપાવે છે. આથી દૂધની મીની કાશ્મીર તરીકે પણ જાણીતું બની રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 614

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    આમ સંઘ પ્રદેશના છેવાડાના વિસ્તારમાં આવેલું આ દૂધની પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે. આથી  મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે અહીં આવે છે અને અહીંના કુદરતી નજારાનો આનંદ માણી અને આખો દિવસ કુદરતના ખોળામાં જ વિતાવે છે.

    MORE
    GALLERIES

  • 714

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    શહેરોના ઘોંઘાટથી દૂર મોટી સંખ્યામાં લોકો આ જગ્યા પર આવી  અહીંના કુદરતી વાતાવરણનો આનંદ માણે છે. નીરવ શાંતિનો અનુભવ કરે છે.

    MORE
    GALLERIES

  • 814

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના છેવાડે આવેલું આ દૂધની ત્રણ પ્રદેશોના સંગમ સ્થળ પર આવેલું છે. એટલે કે, અહીં ત્રણ પ્રદેશોની હદનો ત્રિવેણી સંગમ થાય છે. એક બાજુ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનું દૂધની ગામ છે.

    MORE
    GALLERIES

  • 914

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    તો બીજી બાજુ ગુજરાતના કપરાડા તાલુકાનું ચોંઢા અને વાડી તિસ્કરી ગામ આવેલું છે. તો અન્ય એકબાજુ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાનું ત્રમ્બક આવેલું છે. આમ બે રાજ્યો અને એક સંઘપ્રદેશની હદના  ત્રિવેણી સંગમ પર આવેલું આ સ્થળ વર્ષોથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

    MORE
    GALLERIES

  • 1014

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    આથી દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા દુધની  અને આસપાસના વિસ્તારને વિકાસ કરવામાં આવ્યો છે. અહીં પાકી અને ફ્લોટિંગ  જેટી બનાવવામાં આવી છે. સાથે જ હોડીઓ ને પણ શણગારવામાં આવી છે.એ પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

    MORE
    GALLERIES

  • 1114

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    આમ દૂધની જળાશયનો  પ્રશાસન દ્વારા વિકાસ કરવામાં આવતાં મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવી રહ્યા છે. આ અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક લોકો માટે સામૂહિક રોજગારીનું કોઈ અન્ય સાધન નથી. પરંતુ આ સ્થળનો વિકાસ કરવામાં આવતા પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે.

    MORE
    GALLERIES

  • 1214

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    આથી  આસપાસના વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારો માટે પણ દૂધની એક રોજગારીનું માધ્યમ પણ પુરવાર થઈ રહ્યું છે. આથી કુદરતના ખોળામાં આવેલું દૂધની પર્યટકો માટે સૌથી મોટુ હરવા-ફરવાનું અને પિકનિકનું સ્થળ બની રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 1314

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    પહાડો નદી અને જળાશયની સાથે અન્ય કુદરતી આકર્ષણને કારણે દૂધની પર્યટકોનું મન મોહી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 1414

    આ છે ગુજરાતનું 'કાશ્મીર,' તસવીરોમાં સુંદરતા જોઇને જવાનું ચોક્કસ થશે મન

    આથી આવનાર સમયમાં અહીં પર્યટકોની સુવિધા માટે અન્ય આકર્ષણો પણ ઊભા કરવામાં આવે તો આ  નાનકડા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી નું દૂધની આ વિસ્તારના ગરીબ આદિવાસીઓ માટે સૌથી મોટુ રોજગારીનું માધ્યમ પુરવાર થઈ શકે છે. જોકે અત્યારે તો કુદરતી સૌંદર્યથી ભરપુર દૂધની પર્યટકો માટે માનીતું સ્થળ બની રહ્યું છે.

    MORE
    GALLERIES