ભરતસિંહ વાઢેર, વલસાડ-વાપી : રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા નાનકડા સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર lockdown બાદ ખુલતાં જ ફરી એક વખત મોટા પાયે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરીનો સીલસીલો શરૂ થયો છે. વાપી ટાઉન પોલીસે દમણથી છેક રાજકોટ સુધી દારૂની હેરાફેરી કરતા એક પતિ પત્ની ને ઝડપી પાડયા હતા. આરોપી પતિ-પત્ની પોતાની કાર સાથે દમણથી દારૂ લઈને ગુજરાતમાં ઘૂસ્યા હતા અને પોતાની કારમાં જ કારની સીટ સહિતની અનેક જગ્યાએ ચોરખાનું બનાવી અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી અને ગુજરાતમાં લાવી રહ્યા હતા.એ વખતે જ વાપી પોલીસે બંને ને ઝડપી અને સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ત્યારે આ વખતે દમણમાંથી ગુજરાતમાં દારૂ લઈ અને ઘૂસતા રાજકોટના એક પતિ પત્ની ને ઝડપી પાડયા હતા. રાજકોટનું આપત્તિ દંપતી પોતાની કાર લઇને દમણ આવ્યું હતું અને દમણ થી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી અને રાજકોટ જઈ રહ્યા હતા એ વખતે જ દમણમાંથી ગુજરાતમાં પ્રવેશતા જ વાપી પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે પ્રથમ કારને રોકી હતી અને કારની તપાસ હાથ ધરી હતી.
મહત્વપૂર્ણ છે છે કે lockdown વખતે દમણ અને ગુજરાતની બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી આથી દારૂની છૂટ ધરાવતા દમણમાંથી ગુજરાતમાં દારૂના હેરફેર પર મોટાભાગે રોક લાગી હતી. જોકે હવે lockdown બાદ સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર ખુલી જતા જ મોટા પાયે દારૂની હેરાફેરી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસની ચોકસાઈ ને કારણે બુટલેગરો અને દારૂના ખેપિયાઓ અવનવી તરકીબો અજમાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડ તા હોવાના અગાઉ પણ અનેક અજીબ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે
જોકે પ્રાથમિક દ્રષ્ટિએ કારમાં કાંઈ સંકાસ્પદ હોવાનું દેખાયુ ન હતું. પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક અને ચોકસાઈથી કારની તપાસ કરતા કારની સીટોમાં બનાવેલા ચોર ખાના અને કારમાં પણ વિવિધ જગ્યાએ બનાવેલા ચોર ખાનામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનું ધ્યાને આવતા પોલીસે કારમાં ચોર ખાનામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.