ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડની કોલેજમાં યોજાયેલ ફ્રેશર પાર્ટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. જેથી કોવિડ 19 ની તમામ ગાઇડ લાઇનના (covid-19 guideline) ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થી સંગઠન એબીવીપી (ABVP) દ્વારા વલસાડની કોલેજમાં (valsad college) ત્રણ કોલેજની એક સાથે ફ્રેશર પાર્ટી (Fresher's party) યોજવામાં આવી હતી. આ ફ્રેશર પાર્ટીમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. જોકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હોવા છતાં પણ આયોજકો દ્વારા કોવિદ 19ની ગાઇડ લાઇનનો કોઈપણ રીતનું પાલન કરવામાં આવ્યું ન હતું. આથી મોટાભાગના વિદ્યાર્થીઓ માસ્ક વિના જોવા મળ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયુ ન હતું. વલસાડની આ કોલેજમાં યોજાયેલ આ ફ્રેશર પાર્ટીમાં ચિક્કાર ભીડના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં. સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
અને જાહેર રસ્તાઓ પર એકલદોકલ વ્યક્તી કોઈ નિયમનો ભંગ કરે કે માસ્ક ના પહેરે તો પણ દંડ ફટકારવામાં આવે છે.. આમ તંત્ર દ્વારા આવા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં. પણ આ કાર્યક્રમના આયોજકો દ્વારા ગંભીર બેદરકારી દાખવી અને વિદ્યાર્થીઓની ભીડ એકઠી કરવામાં આવી હતી.. અને કોઈ પણ ગાઈડલાઈન નું પાલન કર્યા વિના જ કાર્યક્રમોનું આયોજન થયું હતું.