બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે ફાટક નજીક હજીરાથી જ્વલન્સીલ કેમિકલ ભરેલું એક ટેન્કર દમણ તરફ જઈ રહ્યું હતું. એ વખતે ઉદવાડા રેલવે ફાટક બંધ હોવાથી ટેન્કર રેલવે ફાટક પર ઉભું હતું. એ વખતે જ અચાનક ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ આખું ટેન્કર ભડકે બળ્યું હતું. આથી આસપાસના વિસ્તારોના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા.