Home » photogallery » valsad » વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

August Kranti Train: અતુલ પાસે રેલવે ટ્રેક પરથી મુંબઈ દિલ્હી  અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ  ટ્રેન પસાર થઈ હતી. આથી આ એકસપ્રેસ ટ્રેનનાં એન્જિન  સાથે  આ પિલર  અથડાયો હતો. ટ્રેન એટલી સ્પીડ માં દોડી રહી હતી કે રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલો સિમેન્ટનો પિલર ટ્રેનને અથડાતાં જ ફેંકાઈ ગયો હતો.અને મોટી દુર્ઘટના થતા ટળી હતી.

विज्ञापन

  • 18

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે મોડી રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી.અતુલ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક ઉપર કોઈએ  સિમેન્ટનો પિલર મૂકી અને ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 28

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    આ સમય  દરમિયાન રેલવે ટ્રેક પરથી મુંબઈ દિલ્હી  અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ  ટ્રેન પસાર થઈ હતી. આથી આ એકસપ્રેસ ટ્રેનનાં એન્જિન  સાથે  આ પિલર  અથડાયો હતો. ટ્રેન એટલી સ્પીડ માં દોડી રહી હતી કે રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલો સિમેન્ટનો પિલર ટ્રેનને અથડાતાં જ ફેંકાઈ ગયો હતો.અને મોટી દુર્ઘટના થતા ટળી હતી.

    MORE
    GALLERIES

  • 38

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    જોકે ટ્રેન સાથે બનેલી આ અતિ ગંભીર ઘટનાની જાણ  ટ્રેનનાં ચાલક એ તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને  જાણ કરી હતી. જે બાદ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને અડધી રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 48

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી એ પણ સ્થળ ઉપર પોહચ્યા હતા.ઘટના સ્થળનું નીરક્ષણ કર્યું હતું. તપાસ માટે  એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવવામાં આવી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 58

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તો રેલ્વે ટ્રેક નજીક ફ્રેઇટ કોરિડોર લાઈનનાં ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 68

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    જોકે સદનસીબે ટ્રેનનાં એન્જિન સાથે અથડાઈને પિલર ફેંકાઈ ગયો હતો.પરંતુ જો પિલર મજબૂત અને વજનદાર હોત તો ખુબજ મોટી દુર્ઘટના સર્જાવાની  પુરેપુરી શક્યતા હતી.

    MORE
    GALLERIES

  • 78

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    આથી ઘટનાની ગંભીરતા જોતા આ સમગ્ર ઘટનાની તપાસ માટે રેલવે પોલીસની સાથે વલસાડ જિલ્લા પોલીસ પણ તપાસમાં જોડાઇ ગયા છે. અને રેલવે ટ્રેક પર સિમેન્ટનો  પિલર મૂકનારને શોધવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે.

    MORE
    GALLERIES

  • 88

    વલસાડ: અતુલ નજીક મોટી ઘટના ટળી, ટ્રેક પર પિલર મૂકી ટ્રેન ઉથલાવાનો થયો પ્રયાસ

    અતુલની આસપાસ તપાસ કરતાં પોલીસ કર્મીઓ

    MORE
    GALLERIES