ભરતસિંહ વાઢેર, વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર કપડાં લેવા જઈ રહેલા એક બાઈક ચાલક યુવકને મીની ટેમ્પોએ અડફેટે લેતા અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યુ હતુ. હાલ ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે.