તિરંગા યાત્રા માં ગુલાબ સિંહ યાદવની સાથે વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. અને તિરંગા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વલસાડ શહેરના જાહેર માર્ગો પર રેલી યોજી હતી. અને આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કાર્યકર્તાઓને અત્યારથી તૈયાર રહેવા માટે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબ સિંહ યાદવે આહવાન કર્યું હતું.
આ વખતે ગુજરાતમાં પણ લોકો પરિવર્તન માટે મત મતદાન કરશે તેવું આદમી પાર્ટીના પ્રભારી ગુલાબ સિંહ યાદવે જણાવ્યું હતું. જો કે દિલ્હીમાં નવા એલ.જી. નામની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જેમાં સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.