ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 9 કારો એકબીજા સાથે અથડાઈ હતી.આ ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોને ઈજા થઈ હતી. જોકે કોઇ જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ઘટનાને કારણે થોડા સમય સુધી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.