ભરતસિંહ વાઢેર, વાપી: થર્ટી ફર્સ્ટ (31st december) અને નવા વર્ષની ઉજવણી (New year celebration) માટે જો ખાવા-પીવાની પાર્ટી (party) કરવા દમણ (daman) કે દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) જઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો.કારણકે આ વખતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રદેશોના નાકાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી 850થી વધુ પીધેલાઓને (druk people caught) પકડવામાં આવ્યા છે. અને હજુ પણ બે દિવસ સુધી પોલીસની (police) આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. આથી આ વખતે પીધેલાઓને ખેર નથી.