

વોટ્સએપની વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને કંપની યૂઝર્સને નવાં નવાં ફિચર્સ આપી રહી છે. WABetainfo પર આજકાલ નવા ફિચર્સના ટેસ્ટિંગ અંગેના સમાચાર આવતા રહે છે. અમે તમને વોટ્સએપના પાંચ મજેદાર ફિચર્સ વિશે જણાવી રહ્યા છીએ. વોટ્સએપ બહુ ઝડપથી આ ફિચર્સ તમને ઓફર કરશે. રિપોર્ટ્સ પ્રમાણે હાલ આ ફિચર્સનાં beta વર્ઝન આવ્યાં છે, બહુ ઝડપથી યૂઝર્સને અપડેટ સાથે નવા વર્ઝન આવી જશે. આ ફિચર્સમાં ફોરવર્ડેડ મેસેઝિસ, ફિંગરપ્રિન્ટ લોક, ડાર્ક મોડ, રેન્કિંગ કોન્ટેક્ટ અને કોન્ઝિક્યુટિવ વોઇસ મેસેજ સામેલ છે. (પ્રતિકાત્મક તસવીર)


Forwarded Messages: વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર બે નવા ફિચર 'Forwarding Info' અને 'Frequently Forwarded' રજૂ કરશે. Forwading Info પરથી એ જાણી શકાશે કે આ મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. પરંતુ આની જાણકારી ત્યારે જ મળશે જ્યારે યૂઝર કોઈ મેસેજને બીજા લોકોને ફોરવર્ડ કરશે. Frequently Forwarded મેસેજ એ મેસેજ સાથે દેખાશે જેને ચારથી વધુ વખત ફોરવર્ડ કરવામાં આવ્યાં હશે. (પ્રતિકાત્મક તસવીર)


Fingerprint lock for chats: વોટ્સએપ તરફથી IOS યૂઝર્સ માટે આ ફિચર લોંચ કરી દીધું છે. એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ ફિચર બીટા વર્ઝનમાં છે. આ નવા ફિચરનો ફાયદો એ થશે કે WhatsApp તમારો ચહેરો જોઈને કે પછી તમારી ફિંગપ્રિન્ટથી જ ઓપન થશે. (પ્રતિકાત્મક તસવીર)


Dark Mode Feature: આ ફિચર શરૂ કરતાની સાથે જ વોટ્સએપનું બેકગ્રાન્ડ કાળા કલરનું થઈ જશે. આનાથી યૂઝર્સ ખૂબ લાંબા સમય સુધી કોઈ જ પરેશાની વગર ચેટિંગ કરી શકશે અને તેનાથી તેમની આંખોને કોઈ જ નુક્સાન નહીં થાય. આ ફિચરને લઈને WaBetaInfo અનેક વખત ટ્વિટ કરી ચુકી છે. હાલ આ ટેસ્ટિંગ મોડમાં છે. (પ્રતિકાત્મક તસવીર)


Ranking Contact: WaBetaInfoએ ટ્વિટ કરીને જણાવ્યું કે, વોટ્સએપ "Ranking" નામના આ ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફિચરમાં વોટ્સએપ એવા કોન્ટ્ટને આપમેળે રેન્ક ઓર્ડરમાં રાખશે જેની સાથે તમે અવારનવાર વાતચીત કરો છો. (પ્રતિકાત્મક તસવીર)


Consecutive voice messages: વોટ્સએપ ઓડિયો મેસેજને લઈને એક નવું ફિચર Consecutive voice messages લાવવાની તૈયારીમાં છે. જે પ્રમાણે તમે વોટ્સએપ પર મળેલા ઓડિયો મેસેજને સતત સાંભળી શકો છો. દા.ત. જો તમને વોટ્સએપ પર એકસાથે ત્રણ Voice Note મળી છે તો તમારે દરેકને એક પછી એક પ્લે કરવાની જરૂર નહીં રહે, એક વોઇસ મેસેજ પૂરો થતાં જ બીજો જાતે જ પ્લે થઈ જશે. (પ્રતિકાત્મક તસવીર)