

વૉશિંગ્ટન : એક વાર કોરોના વાયરસ (Coronavirus) ટેસ્ટ કરાવી ચુકેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર ફરી કોરોના વાયરસનો ખતરો મંડરાણો છે. હકીકતમાં તેમની સાથે એરફોર્સ વન પ્લેનમાં મુસાફરી કરનાર મહિલા ગવર્નરને કોરોના ચોંટતા હાહાકાર મચી ગયો છે. મહિલા ગવર્નર ક્રિસ્ટી નોએમ (Kristi Noem)એ શુક્રવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે મુસાફરી કરી હતી. ક્રિસ્ટી અમેરિકાના સાઉથ ડકોટા (South Dakota)ની ગવર્નર છે.


જોકે, આ તમામ સમાચારોથી હડકંપ એટલા માટે મચ્યો છે કારણે કે ક્રિસ્ટી નોમની પ્રવક્તાએ જણાવ્યું કે ક્રિસ્ટીએ પ્લેનમાં માસ્ક પહેર્યુ નહોતું. અને તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત પણ કરી રહી હતી. નોએમ શુક્રવારે સાઉથ ડકોટામાં ટ્રમ્પનું સ્વાગત કરવા માટે આવી તે પહેલાં નેગેટિવ હતી.


દરમિયાન ક્રિસ્ટી ટ્રમ્પ જુનિયરની મહિલા મિત્ર કિમમ્બર્લી ગિલફોયલને ગળે મળી હતી અને તેની સાથે વાતચીત કરી રહી હતી. શુક્રવારે રાત્રે તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નોએમમાં પ્રવક્તાએ જણાવ્યું કે લક્ષણ વગરના લોકો વાયરસનો ફેલાવો કરતા નથી અને ડબલ્યુ.એચ.ઓ તેના વિશે ખુલાસો કરી ચુક્યું છે.


દરમિયાન આ તમામ ગતિવિધીઓમાં સૌથી અચરજ પમાડતી વાત એ છે કે ટ્રમ્પનો દીકરો પણ પ્લેનમાં સાથે હતો અને તેની મિત્ર કિમ્બર્લી ગિલફોયલ કોરોના વાયરસની પોઝિટિવ દર્દી થઈ છે. હવે નોએમ તેને પણ ગળે મળી હતી. આમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીકમાં બે વ્યક્તિને કોરોના ચોંટતા હાહાકાર મચી ગયો છે.


ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી માટેના ફન્ડીંગ કાર્યક્રમમાં હાજરી લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં જ આ બંને મહિલાઓ પણ હતી. જોકે, ટ્રમ્પની ટીમ દ્વારા ગિલફોયલ પોઝિટિવ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. જોકે, એક વાર નેગેટિવ થયેલી નોએમની પ્રવક્તાએ જણાવ્યું કે હવે નોએમ ફરીથી કોરોનાનો ટેસ્ટ નહીં કરાવે