કેજરીવાલે રાજકોટમાં દલિત પીડિતો સાથે કરી મુલાકાત, કર્યા સરકાર પર પ્રહાર
રાજકોટઃ ઉનામાં દલિતો પર અત્યાચારના મામલાને રાજકીય રંગ આપવા માટે દરેક પક્ષો કામે લાગ્યા છે ત્યારે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રાજકોટમાં પહોચી સિવિલમાં પીડિત દર્દીઓ સાથે સવારે 9 કલાકે મુલાકાત કરી છે.


ઉનામાં દલિતો પર અત્યાચારના મામલાને રાજકીય રંગ આપવા માટે દરેક પક્ષો કામે લાગ્યા છે ત્યારે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રાજકોટમાં પહોચી સિવિલમાં પીડિત દર્દીઓ સાથે સવારે 8-45 કલાકે મુલાકાત કરી છે.


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત પહોચીને પહેલા રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દલિતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી હતી. તેમની પર થયેલા અત્યાચારનો વીડિયો પણ જોયો હતો ત્યારબાદ બહાર આવી મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલેસરકાર પર પ્રહાર કર્યા હતા.


પોલીસ મથક પાસે જ દલિતોને બાંધીને માર મરાયો છે ત્યારે 2012ના દલિત હત્યા કેસમાં પણ હજુ સુધી જવાબદાર આરોપીઓ સામે ચાર્જશીટ સરકારે કરી નથી. તેમજ આ અત્યાચારના 50 જેટલા આરોપીઓ છે જેમાંથી માત્ર 15 જેટલા આરોપીને પકડ્યા છે. સરકાર બાદમાં તેમને પણ છોડી દેશે.તેમણે વધુમાં કહ્યું હતું કે,દલિતો આંદોલન કરે, આત્મહત્યા નહીં.