

કિર્તેશ પટેલ, સુરત : ટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધવા પામ્યા છે. જેમાં ચોપાટી પાસે ટ્રાફિક પોઈન્ટ પરથી મોપેડ પર પસાર થતી બે મહિલાઓને અટકાવવામાં આવી હતી જોકે મહિલા દ્વારા હંગામો કરતા પોલીસે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.


ટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ જે રીતે દંડની રકમ વધારે હોવાને લઈને લોકો દંડથી બચવા માટે ટિકડમ બાજી કરતા અથવા તો પોલીસ સાથે માથાકૂટ કરતા જોવા મળે છે, ત્યારે આજે પોલીસ ભવન નજીક આવેલી ટ્રાફિક ચોકી નજીક બે મહિલા પોતાની ગાડી પર હેલમેટ વગર જતી હતી, ત્યારે મહિલાઓને પોલીસે અટકાવી હતી.


જોકે હેલ્મેટ સિવાય મહિલા પાસે જૂરૂરી દસ્તાવેજો પણ ન મળી આવતાં પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાઓએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવી લઈ પોલીસને ગાળો આપવાની સાથે સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી.


પીઆઈ સહિતના સ્ટાફને મહિલાઓએ ઝપાઝપી કરીને કાંકરીચાળો કરવા લાગ્યા હતાં. બાદમાં ટ્રાંફિક પોલીસે ઉમરા પોલીસને જાણ કરવામાં આવતાં ડી-સ્ટાફ અને મહિલા સ્ટાફે આવીને મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ દરેક શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવવામાં પણ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, સુરતીઓએ ટ્રાફિક નિયમોનું પાલન નહી કરવામાં રેકોર્ડ કર્યો છે, માત્ર 14 દિવસમાં સુરતમાંથી 4 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.