

ભરૂચનાં શાલીમાર કોમ્પલેક્ષનાં એક થિયેટરમાં જવા માટેની લિફ્ટમાં બે બાળકો ફસાઇ ગયા હતાં. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમનાં કારણે આ બાળકોને એક કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યાં છે. આ દુર્ઘટનાને કારણે બે બાળકો ઘણાં જ ગભરાઇ ગયા હતાં.


આ કિસ્સામાં ભરૂચનાં રહેવાસી ઓમ મોદી અને શ્રેયાંસી મોદી લિફ્ટમાં ફસાઇ ગયા હતાં. ઓમ મોદીએ આ અંગે જણાવતાં કહ્યું કે, ' અમે બંન્ને પિક્ચર જોવા જતા હતાં ત્યારે લિફ્ટ થોડી જ ઉપર ગઇ અને બંધ થઇ ગઇ. અમે ઘણી જ બૂમો પાડી પછી કોઇએ અમારો અવાજ સાંભળ્યો હતો. અંદર કોઇ પંખો કે કંઇ ન હતું જેના કારણે અમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. થોડીવારમાં બહારથી લોકો અમને લિફ્ટમાંથી બહાર કાઢવાનાં પ્રયત્નો શરૂ કર્યાં હતાં. અમે એમને પૂછ્યે કે કેટલી વાર થશે તો એક જ જવાબ આપે કે બે મિનિટમાં થઇ જશે. અમારી પાસે અંદર ફોન હતો એટલે મમ્મીને ફોન કર્યો. મમ્મી ત્યાં આવી પછી કામ બરાબર થયું. અમે અંદર એક કલાક સુધી રહ્યાં હતા.'