

વડોદરા: સલાટવાડા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં બંન્ને જૂથો સામસામે આવી ગયા હતાં. જોકે આ સ્થિતિની જાણ પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે આવીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.


મોડી રાતે બે માણસો વચ્ચે નાસ્તાની લારીને કારણે સામાન્ય બોલાચાલી થતાં બબાલ થઇ હતી. જેમાં બે ગ્રુપ સામસામે આવી જતા સ્થિતિ વણસી હતી. આખા રાતમાં પોલીસે ત્યાં હાજરી આપીને સ્થિતિ નિયંત્રણમાં રાખી હતી.


થોડા દિવસ પહેલા સલાટવાડા રેન બસેરા પાસે કોમી તોફાનના બનાવમાં કારેલીબાગ પોલીસે બંને કોમના 13 આરોપીઓની ધરપકડ કરી હતી.


રેઈન બસેરા પાસે શનિવારે રાતે લઘુમતી કોમના નાના છોકરાઓના ફુલ રેકેટ રમતા હતા, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ૮ વર્ષના બાળકને રેકેટ વાગી ગયું હતું. જેમાં બાળકે ફુલ તેના પગ નીચે કચડી નાંખ્યું હોવાના મુદ્દે મામલો બિચક્યો હતો. જોતજોતામાં જ બંને કોમના ટોળાં સામસામે આવી જતાં પથ્થરમારો કર્યા બાદ બે વાહનોની તોડફોડ કરી હતી. આ મામલામાં કેટલાક તોફાની તત્વોએ ઘાતક હથિયાર વડે હુમલો કરતાં બે યુવકોને ઈજા પહોંચી હતી. આ રાયોટીંગના બનાવમાં પોલીસે 13 આરોપીની ધરપકડ કરી હતી.