1/ 4


સુરેન્દ્રનગરથી એક રૂવાંટા ઉભા કરી દે તેવી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં બે માસૂમ ભાઈ બહેન રમતા રમતા એક ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યાં છે.
2/ 4


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીના રહેણાંક મકાનમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, આ સમયે સામેના ઘરમાં રહેતા બે બાળકો રમતા રમતા અહીં પહોંચી ગયા. મકાનમાં તોડ ફોડનું કામ ચાલતુ હતું તે સમયે ત્યાં એક પાણીની ખુલ્લી ટાંકી હતી, તેમાં બન્ને ભાઈ બહેન પડી ગયા અને મોતને ભેટ્યા.
3/ 4


બાળકોના પરિવારને ખબર પડે ત્યાં સુધીમાં તો બાળકો પાણીમાં પોતાનો દમ તોડી ચુક્યા હતા. ઘરમાં હંમેશા કિલ્લોલ કરતા બે માસૂમ અચાનક મોતને ભેટતા પરિવારના માથે અચાનક દુખનો પહાડ તૂટી પડ્યો.