

સોની ટીવી (Sony TV)ના સૌથી લોકપ્રિય ટીવી શો સીઆઇડી (CID) અને તેના એસીપી પ્રદ્યુમન (ACP Pradyuman) એટલે કે એક્ટર શિવાજી સાટમ (Shivaji Satam) આજે તેમનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તે 1998 એટલે કે જ્યારથી આ શો CID શરૂ થયો ત્યારથી એસીપી પ્રદ્યુમનનું પાત્ર ભજવી રહ્યા છે. આ શો 20 વર્ષ સુધી ચાલ્યો હતો. 2018ના ઓક્ટોબર મહિનામાં આ શો બંધ થયો હતો. જો કે વિચારવા જેવી વાત એ છે કે 20 વર્ષમાં ACP પ્રદ્યુમનનું એક વાર પણ પ્રમોશન નહતું થયું!


તમને જણાવી દઇએ કે ખાલી સીઆઇડીમાં જ નહીં શિવાજી સાટમ અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. અને તે જાણીતા મરાઠી એક્ટર છે. તેમને અભિનય માટે અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેમને તેમની ફેન ફોલોઇંગ પણ કોણ સુપરસ્ટારથી ઓછી નથી. અને આવું હોય જ કારણ કે 20 વર્ષ સુધી સીઆઇડી સીરીયલેએ ટીવી પર રાજ કર્યું છે.


તેમણે બોલિવૂડમાં વાસ્તવ, ગુલામ એ મુસ્તફા, યશવંત, નાયક જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય ઉત્તરાયણ જેવી મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું છે. જો કે તેમને સૌથી વધુ પોપ્યુલારિટી સીઆઇડીથી મળી છે.


સીઆઇડીના એસીપી પ્રદ્યુમનનો તેમનો આ રોલ એટલો લોકપ્રિય થયો કે આજે તે ઘર ઘરમાં ઓળખાય છે. અને સોશિયલ મીડિયા પર તેમના અનેક મેમ્સ અને ફેન ફોલોઇંગ છે.