

નોર્વેની 200 ફુટ ઉંચી પહાડી પ્રીકેસ્ટોલનમાં એક હોટલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. દક્ષિણ નોર્વેમાં સ્થિત આ પહાડી પર ખૂબ પ્રવાસીઓ આવે છે. પર્યટકોની વધતી સંખ્યાને જોઇને આ હોટલને ખૂબ જ જલદી તૈયાર કરવામાં આવશે.


આ હોટલને ટેકરી કાપીને ડિઝાઇન કરવામાં આવશે જે પ્રવાસીઓને આકર્ષિત કરશે. આ હોટલ વિશેની સૌથી અગત્યની બાબત છે સ્વીમિંગ પૂલ. આ સ્વીમિંગ પૂલ વિશે ખાસ વાત એ છે કે તે ગ્લાસથી બનાવવામાં આવશે અને હવામાં લટકી જશે. હોટેલની આ ડિઝાઇન તુર્કીના આર્કિટેક્ચરલ સ્ટૂડિયો દ્વારા તૈયાર કરવામાં આવી છે.


આ હોટલની ખાસ વિશેષતા એ છે કે તે ટેકરીને કાપીને તૈયાર કરવામાં આવશે અને તે ચાર માળની હશે. આ હોટલના પાંચમા માળેથી ટેકરીનો સંપૂર્ણ દૃશ્ય જોઈ શકશે. સૌથી નીચેના ફ્લોર પર પ્રવાસીઓને આરામ કરવા માટે ડેક અને સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવશે.


ઇસ્તંબુલના હયારી અતાક સ્ટૂડિયોએ આ ડિઝાઇન તૈયાર કરી છે. અત્યાર સુધી આ હોટેલને તૈયાર કરવા માટે નોર્વે સરકાર તરફથી મંજૂરી મળી શખી નથી, પરંતુ સ્ટૂડિયોએ દાવો કર્યો છે કે આ પ્રકારની હોટલ અને સ્વીમિંગ પૂલ દુનિયામાં કોઇ જગ્યાએ ડિઝાઇન કરવામાં આવી નથી.