

ખૂબ જ મસાલેદાર વાનગીની તીખાશ ઘટાડવાની ઝડપી રીત.. આ ટીપ્સને યાદ કરી લો, જેનાથી તમે મસાલેદાર ખોરાકની તીખાશ ઘટાડી શકો છો


Quick Ways to Tone Down a Dish That's Too Spicy : રસોઈમાં એક ચીજની વધ-ઘટ થાય તો એક પણ કોળિયો મોં માંથી નથી ઉતરતો. ઘણી વખત એવું પણ બને છે ભોજનમાં મરચું ઘણું વધારે પડી જાય છે. ત્યારો આવો જાણીએ આ રીતે તીખાશ ઘટાડી શકાય છે.


- જો તમે રસાવાળી સબ્જી બનાવી હોય તો, તેમાં તીખાશ ઘટાડવા તેમાં ઘી ઉમેરી શકાય છે. આ રીતે સબ્જીનો સ્વાદ પણ ઘણો ઠીક થી જશે.


- શાકમાંથી તીખાશ ઘટાડવા તેમાં ટામેટાંની પ્યૂરી મિક્સ કરો. પરંતુ સબ્જીમાં મિકસ પહેલાં તેને કડાઈમાં તેલ લઈ થોડા સાંતળીને ઉમેરશો.


- તમે બેસનથી પણ સબ્જીની તીખાશ ઘટાડી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે કાચું બેસન ન ઉમેરશો. તેને થોડું શેકીને મિક્સ કરો. - બટેટા શાકભાજીનો રાજા કહેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી સબ્જીની તીખાશ પણ દૂર થઈ શકે છે.સબ્જીની તીખાશ દૂર કરવા માટે બટેટા મસળીને લબ્જીમાં ઉમેરી દો.