

સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ પેન કાર્ડનાં નંબરને આધાર સાથએ લિંક કરવો હવે જરૂરી છે. જો આપ તેમ નથઈ કરતાં તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તો આપનું આધાર અને પાર્ડ કાર્ડ લિંક છે કે નહીં તે જાણવું પણ સરળ છે. આવો જાણીયે તે વિશે બધુ જ.


1. સૌથી પહેલાં આપનાં ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર ક્લિક કરો. ડાબી તરફ આપને ક્વિક લિંક નામની ટેબ જોવા મળશે. તેમાં આપને 'લિંક આધાર'નો વિકલ્પ મળશે. તેનાં પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે.


2. તે પેજ પર સૌથી ઉપર 'ક્લિક હિયર' લખ્યુ હશે. જે સાથે જ લખ્યુ હશે જો આપે પહેલાં અરજી કરેલી છે તો અહીં સ્ટેટ્સ ચેક કરો. તેનાં પર ક્લિક કર્યા બાદ આપની સામે એક અન્ય પેજ ખુલશે. જેમાં આપને આધાર અને પેન કાર્ડની માહિતી આપવાની રહેશે. તે બાદ 'વ્યૂ લિંક આધાર સ્ટેટ્સ' પર ક્લિક કરવાનું રહેશએ. હવે આફને માલૂમ થશે કે આપનું આધાર પેન કાર્ડ સાથે લિંક છએ કે નહીં


3. આપ SMS દ્વારા પણ આફનું પેન આધારનાં સ્ટેટ્સ જાણી શખો છો. આ માટે આપે 567678 કે 56161 આ બંનેમાંથી એક નંબર પર SMS કરવાનો રહેશે. આપને UIDPAN 12 અંકોનો આધાર નંબર 10 અંકોનો પેન નંબર લખીને SMS કરવાનો રહેશે.


4. માની લો કે આપનો આધાર નંબર 123456789123 અને પેન કાર્ડ નંબર ABCD1234F છે. તો આપે UIDAPAN 123456789123 ABCDE1234F લખીને SMS કરવાનો રહેશે. જવાબમાં આપને આપનું સ્ટેટ્સ માલૂમ થશે.