

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે જોતાં વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓના નામ ટોપમાં સામેલ થાય છે. નવા નરોડા વિસ્તારમાં આવેલી સહજાનંદ વિદ્યાલયની વિદ્યાર્થિની ક્રિષ્ના પટેલે 99.99 પરસેન્ટાઇલ મેળવ્યા છે. તે 4 કલાકની મહેનત સાથે બેન્ડમિન્ટન પણ રમતી હતી. સાથે જ તેણે ખેલ મહાકુંભમાં ખોખોની સ્પર્ધમાં ભાગ લીધો હતો.


અમદાવાદની વ્રિંદા શાહે 99.11 પરસેન્ટાઇલ મેળવ્યા છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, મારી મહેનત રંગ લાવી છે. પરંતુ મારી અપેક્ષા પ્રમાણે નથી. હું 99.99 પરસેન્ટાઇલ ઇચ્છતી હતી. મેં વગર ટ્યુશને આ સિદ્ધી મેળવી છે. 24માંથી 6 કલાક ઊંઘ અને 6 કલાક સ્કૂલના કાઢી બાકીના કલાકોમાં અભ્યાસ કરતી. મારે એમબીબીએસ કરવું છે. જ્યારે તેના પિતા ઓટોપાર્ટ્સનો બિઝનેસ ધરાવે છે.


જ્યારે શહેરની નિશા ગૌસ્વામીએ 99.73 પરસન્ટાઇલ મેળવ્યા છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, આ પરિણામ માટે બહુ મહેનત કરી. પરંતુ કોઇ ટાઇમ ટેબલ નહોતું. રોજનું રોજ ટાઇમટેબલ બનાવી મહેનત કરી હતી. તેના પિતાએ જણાવ્યું કે, તેની મહેનત પ્રમાણે પરિણામ આવ્યું છે. તેણે વગર ટ્યુશને આ સિદ્ધી મેળવી છે. જ્યારે તેઓ મોબાઇલ રિપેરીંગની દુકાન ધરાવે છે.


જમાલપુર એફ.ડી. સ્કૂલની વિદ્યાર્થિની સિદ્દીકી આશિયાબાનુંએ 99.45 પરસેન્ટાઇલ મેળવ્યા છે. તેના પિતા જુહાપુરા એફ.ડી.કોલેજમાં પિયુન છે. સાથે જ આશિયાબાનુંએ ડોક્ટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.