

તમામના સપના જલ્દીથી જલ્દી અમીર બનવવાના હોય છે અને એવું પણ મુશ્કેલ નથી. ભારત સહિત દુનિયામાં અનેક લોકો એવા છે કે તેઓએ યોગ્ય સમય પર પગલુ ઉઠાવ્યુ અને કરોડપતિ બની ગયા. હવે પ્રશ્ન ઊઠે છે કે આવુ કેવી રીતે બનશે. આ જ પ્રશ્નનો જવાબ આજે અમે લાવ્યા છીએ. કેટલાક લોકોએ માત્ર 1000 રૂપિયાના રોકાણ પર 40 લાખ રૂપિયાની કમાણી કરી છે અને હજુ પણ તમારા માટે આ તક છે....


નાની રકમોથી લાખો રૂપિયાની કમાણી કરવાની તક હાલમાં જ મ્યુચ્યુઅલ ફંડથી મળી છે. જો આંકડાઓ પર ધ્યાન આપીએ તો છેલ્લાં 20 વર્ષમાં ઘણી એવી સ્કીમ્સ આવી છે, જેના દ્વારા લાખોની કમાણી થઈ છે. એક્સપર્ટ્સ દ્વારા કહેવામાં આવે છે, કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અત્યંત અગત્યનુ છે. તે ન માત્ર તમારા સત્રની પરીક્ષા લે છે, પણ તમારા લક્ષ્યની પ્રતિબદ્ધતા પર પણ આંકે છે. જો કે, અનેક રોકાણકારોના મનમા લાંબા ગાળે રોકાણકારોને લઇને સવાલ ઉઠી રહ્યા હોય છે.


એક એનાલિસિસ દ્વારા જાણવા મળ્યુ કે આશરે 30 ઇક્વિટી સ્કીમમાંથી 15 ફંડ્સે દર પાંચ વર્ષે (મે 1998 થી એપ્રિલ 2018 સુધી) એનએફટીએ 50 ઇન્ડેક્સથી વધુ સારૂ પ્રદર્શન કર્યુ છે. આમાં એચડીએફસી ઇક્વિટી, ફ્રેન્કલીન ઈન્ડિયા, બ્લુચીપ, ડીએસપી બ્લેકકાર્ક ઇક્વિટી, આઇસીઆઇસીઆઇ પ્રૂ મલ્ટીકેપ અને રિલાયન્સ ગ્રોથ ફંડ્સનો સમાવેશ થાય છે.


ફ્રેંકલીન ઈંન્ડિયા પ્રાઇમમા ફંડ- આ યોજના 30 નવેમ્બર 1993માં શરૂ થઈ હતી. જો તમે આ યોજનામાં 1 મે, 1998 થી 1000 રૂપિયા રોકાણ શરૂ કર્યુ તો આજે તમારા ખાતામાં 40,81,710 રૂપિયા જમા થાય છે, આ સ્કીમમાં 26.38 ટકા વળતર આપ્યું છે.


ટાટા ઇન્ડિયા ટેક્સ સેવીંગ ફંડ- આ યોજના 31 માર્ચ 1993માં શરૂ થઈ હતી. 1 મે 1998 થી આ ફંડમાં 1,000 રૂપિયા સીપની કિંમત 30 એપ્રિલ 2018 સુધી 22,20,080 રૂપિયા થાય. આ સ્કીમનું વળતર 21.66 ટકા છે.


એચડીએફસી કેપિટલ બિલ્ડર ફંડ -29 એપ્રિલ 1994 શરૂ થયો ત્યારથી આ યોજનામાં 21.29 ટકા વળતર આપ્યું છે. જો 1 મે 1998ના રોજ આ યોજનામાં 1,000 રૃપિયાની સીપ શરૂ થઈ હતી. તો આજે, રોકાણકારોને આજે 24,98,650 રૂપિયા મળી શકે છે.


રિલાયન્સ ગ્રોથ ફંડ-આ યોજનાની શરૂઆત 7 ઑક્ટોબર 1995 ના રોજ કરવામાં આવી હતી. આ સ્કીમમાં 20.72 ટકા વળતર આપ્યું છે. આ વૈશિષ્ટિકૃત પ્રદર્શનથી આ યોજનામાં 1 મે 1998 સીપની કિંમત 30 એપ્રિલથી 38,30,140 રૂપિયા થઈ જશે.