

બંગાળી એક્ટ્રેસથી TMC સાંસદ બંનેલી નુસરત જહાં રાજકારણમાં પગલાં પાડ્યા બાદથી ચર્ચામાં છે. પહેતાં દિવસે જ તેનાં સેથામાં સિંદુર અને ગળામાં મંગળસુત્રને કારણે તે ચર્ચામાં આવી ગઇ હતી. અને હવે તે ફરી એક વખત ચર્ચામાં છે.


તેનાં લગ્નનાં બે મહિના બાદ તે હાલમાં હનીમૂન મનાવવા નીકળી છે અને તેની સુંદર તસવીરો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.


નુસરત આ તસવીરોમાં વેસ્ટર્ન આઉટફિટ અને સ્ટાઇલિશ નજર આવી રહી છે. તસવીરો જોતા લાગે છે કે તે હાલમાં માલદીવ્સમાં છે. જોકે તેણે તે વાતનો ખુલાસો કર્યો નથી કે, તે ક્યાં હનીમુન મનાવવા પહોંચી છે.


નુસરતે તેની હનીમૂનની તસવીરો શેર કરતાં લખ્યું છે કે, 'ખુબજ સુંદર અનુભવ છે જ્યારે તમારું માથુ વાદળોની વચ્ચે હોવ અને આપને ખબર હોય કે આપ ક્યાં છો.. સ્વર્ગ જેવી જગ્યા... સુંદ પળ, એક મેકનો સાથ... સમયનો સ્પાર્ક બધુજ છે..' આ તસવીરમાં તેણે પતિ નિખિલ જૈનનું નામ લખીને તેને ક્રેડિટ આપી છે.


નુસરતની તે તસવીર પર તેને ખુબ બધી કમેન્ટ્સ આવી છે. તો કેટલાંકે તેને સંસદનાં કામની યાદ અપાવી છે. જોકે, હાલમાં નુસરત તેની રજાઓ માણી રહી છે.


આપને જણાવી દઇએ કે, નુસરતે 19 જૂનનાં કોલકાત્તાનાં જાણીતા બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદથી જ તે લાલ ચૂડો, સેથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સથે નજર આવે છે.


જે બાદ તેનાં દ્વારા મુસ્લિમ પંથક દ્વારા ફતવો પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ ફતવાનાં જવાબમાં નુસરતે કહ્યું હતું કે, 'હું તમામ ધર્મને સમાન રુપથી સન્માન કરુ છું. હું હાલમાં પણ મુસ્લિમ છું. એ લોકોએ આ વિશે કંઇ ન કહેવું<br />જોઇએ કે મારે શું પહેરવું અને શું નહીં '