

બાંગ્લા અભિનેત્રી નુસરત જહાંએ સંસદમાં પહોંચતાની સાથે જ લગ્નની જાહેરાત કરી દીધી છે. નુસરતની જાહેરાતની સાથે જ લાખો ચાહકોના દિલ તૂટ્યા છે.


નુસરતે એન્ગેજમેન્ટ રિંગ સાથેની તસવીર શેર કરી હતી. નુસરત જહાંએ પોતાના બોય ફ્રેન્ડ નિખીલ જૈન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.


બસીરહાટમાં ભાજપના ઉમેદાવર સાયંતન બાસુને સાડા ત્રણ લાખ મતની લીડથી હરાવી નુસરત જીતી હતી. નુસરતને 7 લાખ 82 હજાર વોટ મળ્યા હતા જે કુલ વોટિંગના 56 ટકા જેટલા હતા.


વર્ષ 2010માં એક બ્યૂટી કોન્ટેસ્ટ જીતી અને મૉડેલિંગ કરિયરની શરૂઆત કરનારી નુસરત વર્ષ 2011માં બંગાળી ફિલ્મ શોતરુમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. નુસરતે અનેક હિટ બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. વર્ષ 2015માં તેની ફિલ્મ 'હર હર વ્યોમકેશ' એક સુપરહિટ ફિલ્મ બની હતી. એવા અહેવાલો હતા કે નુસરત બૉલિવૂડમાં એન્ટ્રી લેશે પરંતુ 29માં વર્ષે રાજકારણમાં પ્રવેશી અને નુસરતે તમામ સમીકરણો ખોટા પાડી દીધા હતા.


નુસરતે સોશિયલ મીડિયામાં એક તસવીર મૂકી અને જાણ કરી છે કે તે વહેલીતકે લગ્ન કરશે. ભાવી પતિ નિખીલ જૈન કોલકાત્તામાં વ્યવસાયી છે અને એવી શક્યતા છે કે ઇસ્તાનબુલમાં બંને ડેસ્ટિનેશનલ વેડિંગ કરશે. નુસરતના ઘરે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.