

જો તમે પર્સનલ લોન લેવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ બાબતોને ધ્યાનમાં રાખવું જરૂરી છે. કારણ કે આ બબતો વિશે બેન્ક પણ જણાવતી નથી. પર્સનલ લોન લેવા માટે લોકો એજન્ટ કે બેન્ક કર્મચારીની જાળમાં ફસાઇને લોન અંગેની જાણકારી પ્રાપ્ત નથી કરી શકતા. આ જ કારણ છે કે તેમન પસતાવું પડે છે. લોને લેતી વખતે કેટલીક એવી બાબતો રહી જાય છે જે બેન્ક કર્માચારી ગ્રાહકોને જણાવતા નથી. ચાલો જાણીએ કે એવી કઇ બાબતો છે જેના વિશે તમારે જાણવું જરૂરી છે.


ભાવ-તાલ કરવું જરૂરીઃ ઉલ્લેનીય છે કે, લોન લેવા માટે સૌથી વધારે જરૂરી ક્રેડિટ સ્કોર સારો હોવો જોઇએ. તમે બેન્કના પ્રોસેસ ફી અને વ્યાજ ઉપર ભાવતાલ કરવાની છૂટ લઇ શકો છો. સામાન્ય રીતે સારા ક્રેડિટ સ્કોરવાળા ગ્રાહકોની પ્રોસેસિંગ ફીસ માફ કરવા સીવાય વ્યાજ પણ ઓછું કરી દે છે. એટલા માટે બેન્ક પાસેથી પર્સનલ લોનની ઓફર મળતાની સાથે તરત જ હા કહેવી નહીં. પરંતુ ઓફર માટે વધારે જાણકારી લેવી જોઇએ.


પર્સનલ લોન માટે ઓફર મળ્યા પછી બેન્ક કર્મચારીને પૂછવું જોઇએ કે કયા પ્રકારની ઓફર છે. આ ઓફર અંતર્ગત પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફી આપવાની છે કે નહીં. બેન્ક કર્મચારી કે પછી એજન્ટ આ પ્રશ્નોના યોગ્ય જવાબ મળે પછી લોન માટે હા પાડવી. ત્યારબાદ લોનની અરજીને આગળ વધારવું જોઇએ. કેટલીક બેન્ક પોતાના લોનની રકમ ઉપર છુપા ચાર્જ અને પ્રોસેસિંગ ફી લગાવે છે. જેને બેન્ક કર્મચારીઓ અને એજન્ટો જણાવતા નથી.


પર્સનલ લોન લેતી વખતે એક મહત્વની બાબત છે કે, બેન્કને એ પણ પૂછવું જોઇએ કે જો તમે દેવું ન ચુકવી શકો તો પછી કયા પ્રકારે પેનલ્ટી લાગશે. આ ઉપરાંત તમે સતત બે ઇએમઆઇ ન ભરી શકો તો આગળ શું થાય ?


આ ઉપરાંત પર્સનલ લોને લેતા સમયે કેટલીક બેન્કો પાસેથી માહિતી મેળવી લો. જેનાથી માત્ર વ્યાજદર અથવા ઇએમઆઇ મહત્વના નથી. પરંતુ બેન્ક પ્રોસેસિંગ ફી, ડોક્યમેન્ટેશન ચાર્જ્સ અને પ્રી ક્લોઝરના ચાર્જ અંગે પણ જાણકારી લેવી ખુબ જ મહત્વની છે.