

અમેરિકાના લાસ વેગાસમાં આઠથી અગ્યાર જાન્યુઆરી સુધી આયોજીત દુનિયાનો સૌથી મોટો કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ શો સીઇએસ 2019 શુક્રવારે યોજાયો. દુનિયાભરમાંથી આવેલી કંપનીઓએ શોમાં આવનારા વર્ષોમાં આવનાર ઉપકરણો તથા ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું જે આપણા જીવનધોરણને સરળ બનાવી દેશે. આ પ્રદર્શનમાં કાગળની જેમ વણાંક લેનાર ટીવી, સ્માર્ટ સૂટકેસ અને પ્રદુષિત હવા સ્વચ્છ કરનાર રોબોટ રજૂ કરાયા હતા.


સ્માર્ટ હોમ ડિવાઇસ ક્ષેત્રે ફોલ્ડીમેન્ટ કંપનીએ એક એવું મશીન રજૂ કર્યું છે, જેમાં આડાઅવળા કપડાં મૂક્યા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પાંચ મિનિટથી ઓછા સમયમાં ઘડી કરેલા થઇ જશે. આ ડિવાઇસની કિંમત 11 લાખ 20 હજાર રૂપિયા છે.


વેલ નેક્સસની વીટીઓઇલ એર ટેક્સી જમીન પર દોડવાની સાથે છ પાંખની મદદથી ઉડી શકે છે. હાલ કંપનીએ તેનો પ્રોટોટાઇપ રજૂ કર્યું છે, આ એર ટ્રાફિક સમજવા, ટેકઓફ અને લેન્ડિંગમાં સક્ષમ છે. આ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનમાં છ લોકો મુસાફરી કરી શકે છે.


કોહલર કંપનીએ નુમી 2.0 નામનું એક સ્માર્ટ ટોયલેટ રજૂ કર્યું. જેમાં સ્પીકર લાગેલા હશે. તથા મૂડ લાઇટ પર હશે. વાઇસ કંટ્રોલ અને વ્યક્તિગત ક્લીન એન્ડ ડ્રાયર ફંક્શન પણ છે, જે પાણી બચાવે છે. સીઇએસમાં અવાજ પર ચાલતું થર્મોમીટર, ડોર લોક, શાવર, સ્પીકર, રોબોટ વેક્યૂમ, ઓવન અને વોશિંગ મશીનની પણ સુવિધા હશે.


વ્હીલ પર ચાલતો સેમસંગનો 4.5 ફૂટ ઉંચો રોબોટ તમારા ઘરની હવા સુદ્ધ કરશે. સેમસંગનો વોટ કેયર રોબોટ વૃદ્ધોની સારસંભાળ માટે બનાવવામાં આવ્યો છે. જે રક્તચાપ, હાર્ટની સ્પીડ, દવાની યાદ અપાવવા સિવાય વાતો પણ કરી શકે છે. ટચ સ્ક્રિન વાળો અન્ય એક રોબોટ જાણકારી આપવા, ઓર્ડર લેવા ટેબલ પર ખાવાનું પીરસવાની કામગીરી કરી શકે છે.


એલજી ઇલેક્ટ્રોનિક્સે દુનિયાની પ્રથમ રોલેબલ ઓએલઇડી 65 ઇંચ ટીવી રજૂ કરી. આ ટેક્નોલોજીમાં હવે ટીવીને ગમે તે સ્થળે રાખી શકાશે અને નાના ડબ્બામાં બંધ પણ કરી શકાશે. યૂઝર્સ ટીવીમાં ઇનબિલ્ટ અમેઝન એલેક્સાને ઓર્ડર આપી શકશે.


પ્રથમ સીઇએસ જાન્યુઆરી 1979માં લાસ વેગાસમાં યોજાયો હતો, ત્યારે 400 અટારી ગેમ્સ અને 800 કોમ્પ્યુટર રજૂ કરાયા હતા. દર વર્ષે દુનિયાભરમાં આવેલા ડેવલપર્સ, ઉત્પાદક અને ઉપભોક્તાએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ઉદ્યોગને સંબંધિત અનેક મુદ્દે ચર્ચા અને સમસ્યાઓની વાત થઇ હતી.