

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. મોટા ભાગના સેલિબ્રિટિઝ આ જ માધ્યમથી પોતાના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. ભારતીય ક્રિકેટરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, પરંતુ આ 6 ક્રિકેટરનો તો કોઈ જવાબ જ નથી.


સોશિયલ મીડિયામાં ભારતીય ક્રિકેટર્સમાં સૌથી વધારે વિરાટ કોહલી સક્રિય રહે છે. આજકાલ તે પોતાની પત્ની તેમજ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઉપરાંત પરિવારને લઈને અનેક ટ્વિટ્સ કરતો રહે છે. આ જ કારણે તેના ફોલોઅર્સની સંખ્યા ખૂબ જ વધારે છે. ફેસબુક પર તેના 37,209,966થી વધારે, ઇન્ટાગ્રામ પર 19,846,912થી વધારે અને ટ્વિટર પર તેના આશરે 23,768,709 ફોલોઅર્સ છે.


આશરે અઢી દશકા સુધી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓનું મનોરંજન કરનાર સચિન હવે ક્રિકેટના મેદાન પર સક્રિય નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તે સક્રિય છે. પોતાના પરિવાર, મિત્રો, વિવિધ રમતના ઉભરતા ચહેરાઓ અને સામાજિક મુદ્દાઓ અંગે તે અવાર નવાર સોશિયલ મીડિયામાં લખતો રહે છે. ઇન્ટાગ્રામ પર હાલમાં સચિનના 9,460,900થી વધારે, ફેસબુક પર 28,799,500થી વધારે અને ટ્વિટર પર 24,857,000થી વધારે ફોલોઅર્સ છે.


મહેન્દ્રસિંહ ધોની સોશિયલ મીડિયા પર બહુ વધારે સક્રિય નથી રહેતો, પરંતુ તેનો ચાહક વર્ગ ખૂબ મોટો છે. ભારતીય ટીમને ત્રણ ખિતાબ અપાવનાર માહીના ટ્વિટર પર 6,961,100થી વધારે, ઇન્ટાગ્રામ પર 8,038,400થી વધારે અને ફેસબુક પર 20,651,300થી વધારે લોકો ફોલો કરે છે.


આજકાલ ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સેન વીરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય રહે છે. તે પોતાના પરિવાર જ નહીં પરંતુ વિવિધ સામાજિક મુદ્દે ટ્વિટસ કરતો રહે છે. ટ્વિટર પર વીરુના 11,359,500થી વધારે, ફેસબુક પર 14,635,200થી વધારે અને ઇન્ટાગ્રામ પર 2,562,300થી વધારે ફેન છે.


સોશિયલ મીડિયામાં સૌથી વધારે ફેન્સ ફોલોવિંગ ધરાવનાર ભારતીય ક્રિકેટરોમાં રોહિત શર્મા પણ સામેલ છે. ટીમ ઇન્ડિયાના આ 'હિટમેન'ના ટ્વિટર પર 11,158,400થી વધારે ફેન્સ, ફેસબુક પર 10,958,700થી વધારે અને ઇન્ટાગ્રામ પર 5,246,000થી વધારે ફોલોઅર્સ છે. રોહિત તેની પત્ની ઉપરાંત સામાજીક મુદ્દાઓ સોશિયલ મીડિયામાં ઉછાળતો રહે છે.