

પ્રેગ્નનેન્ટ મહિલાઓને હેલ્ધી ખોરાક લેવાની જરૂર હોય છે. નારિયેળ પાણી અનેક પ્રકારનાં ઔષધીય ગુણોથી પુષ્કળ હોય છે. જેમા ગુણોથી ભરેલા નારિયેળ પાણીના સેવનથી ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં રહેલા બાળક માટે ફાયદાકારક છે. તેમાં અનેક પોષક તત્વો છે જે માતા અને બાળક બંને માટે લાભદાયી છે.


નારિયેળ પાણીમાં મળી રહેલા આ ગુણોના કારણે ડૉક્ટર પણ નારિયેળ પાણી પીવાની સલાહ આપે છે. જાણો ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાના ફાયદા.


1. કાચા નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ, ક્લોરાઇડ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નિશિયમ, સોડિયમ અને રાઈબોફ્લેવિન મળી આવે છે. આ તમામ પોષતતત્વો ગર્ભવતી મહિલા માટે જરૂરી છે. સાથે સાથે તેનીા સેવનથી ડિહાઇડ્રશનનું જોખમ પણ ઓછું થાય છે અને આમ પણ ગર્ભવતી મહિલાઓને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.


2. નારિયેળ પાણી એક નેચરલ ડાયયૂરેટિક્સની જેમ કામ કરે છે. તેનાથી પેશાબ વધારે લાગે છે અને શરીરની ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે.