

વિભુ પટેલ, અમદાવાદ: નવા નિયમ લાગુ પડે તે પહેલા લોકો દંડને લઈ ચિંતત છે, અને જો આટલું કરશો તો તમારે ક્યારેય દંડ ભરવો નહી પડે. જો આરટીઓના નિયમ ઘણા આકરા છે પરંતુ, નિયમ એટલા માટે છે કે લોકોની સુરક્ષા અને સલામતી માટે. જો દંડના ભયને કારણે લોકો નિયમ પાલન કરશે અને નિયમ પાલન કરશે તો રોડ અકસ્માત અને મોતની સંખ્યામાં ઘટાડો થશે.


તમે ઘરેથી નિકળો છો ત્યારે એવુ વિચારો છો કે કયા સ્થળ પર પોલીસ વાળા નહી હોય અથવા તો સીસીટીવી ન હોય ત્યાથી નિકળીએ કે જેથી દંડ ન આવે. પરંતુ, હવે તો શહેરમા સીસીટીવી પણ છે અને ટ્રાફિક પોલીસની નજર પણ. તમે ક્યાથી છટકી નહી શકો, અને નવા નિયમ બાદ તો 1 હજારથી નીચે કોઈ દંડ નથી. તો દંડ ભરવો ન પડે, અને ચાર રસ્તા પરથી સરળતાથી પસાર થઈ શકશો, અને દંડ પણ નહી ભરવો પડે, પરંતુ આટલું કરવુ જરૂરી છે.


જો તમે ટુ વ્હિલર કે ફોર વ્હિલર લઈ જવો છો તો લાયસન્સ સાથે રાખો. વાહનની આરસી બુક,પીયુસી અને ઈન્સ્યુરન્સ પણ સાથે રાખવો. તમે ટુ વ્હિલર લઈને નિકળી રહ્યા છો તો હેલમેટ ફરજીયાત પહેરો.ફોર વ્હિલર લઈને નિકળી રહ્યા છો તો સીટ બેલ્ટ બાંધો. ટુ વ્હિલર છે તો તમે ત્રણ સવારી ન કરો. ચાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો તો સીગ્નલ બંધ થયા પછી ન નીકળો. સીંગ્નલ બંધ થયા બાદ કે લાલ લાઈટ થયા બાદ ઝીબ્રા ક્રોસિંગની આગળની સ્ટોપ લાઈન ન ઓળંગો. વાહન લઈને જતા હોય ત્યારે રોંગ સાઈડ કે પછી ઓપર સ્પીડમા ન ચલાવો.મોબાઈલ પર વાત કરતા વાહન ન ચલાવો. વાહનમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ લગાવેલ રાખો.


આરસી બુક, ઈન્સ્યુરન્સ, લાયસન્સ, પીયુસી જો સાથે ન રાખવા હોય તો DIGILOCKERમા કોપી રાખી શકો છે, અને ચેકિંગ દરમિયાન તમારા પેપર બતાવી શકો છો.