

ગૌતમ ગંભીર- પૂર્વ ક્રિકેટરને ભાજપ દ્વારા પૂર્વ દિલ્હીથી ટિકીટ મેળવનારા ગૌતમ ગંભીરે કોંગ્રેસનાં અરવિંદર લવલીને આશરે 3.8 લાખ મતથી હરાવી દીધા છે.


હંસ રાજ હંસ- ભાજપ તરફથી તેમને પહેલી વખત તક આપવામાં આવી. દિલ્હી ઉત્તર-પશ્ચિમની બેઠક પરથી તેઓ ચૂંટણી લઢ્યા અને તેમણે આપનાં ઉમેદવાર ગુગાન સિંહને 5.5 લાખ મતથી હરાવી દીધા.


હેમામાલિની-ભાજપ તરફથી મથુરાની બેઠક પરથી ટિકિટ મેળવી અને બીજી વખત ચૂંટણી લડ્યા.. આ વખતે રાલોદનાં કુંવર નરેન્દ્રને આશરે 2.86 લાખ વોટથી હરાવ્યાં.


કરિણ ખેર- ભાજપ તરફથી ચંદીગઢની બેઠક પર તેમણે બીજી વખત ચૂંટણી લઢી અને કોંગ્રેસનાં પવનકુમાર બંસલને હરાવી દીધા.


મનોજ તિવારી- ભાજપ તરફથી બીજી વખત ઉત્તર-પૂર્વ દિલ્હીની બેઠક પરથી ટિકિટ આફી. અને તેણે કોગ્રેસનાં શીલા દીક્ષિતને આશરે 3.57 લાખ મતથી હરાવી દીધા.


મિમી ચક્રવર્તી- TMCની આ ઉમેદવારને જાધવપુરથી ટિકિટ આપવામાં આવી હતી. આ બંગાળી એક્ટ્રેસે ભાજપનાં અનુપમ હજારેને 2.93 લાખ મતથી હરાવી દીધા હતાં.


નુસરત જહાં- તૃણમૂલની આ ઉમેદવારે બશીરહાટ પરથી ચૂંટણી લઢી. અને ભાજપનાં ઉમેદવાર સાયંતન બસુને 3.1 લાખ વોટથી હરાવી દીધા.


રાજ્યવર્ધન રાઠોડ- ભાજપે તેને જયપુર ગ્રામીણ બેઠક પરથી ટિકિટ આપી હતી. તેણે કોંગ્રેસનાં કૃષ્ણા પુનિયાને આશરે 3.89 મતથી રહાવી દીધા છે.


સની દેઓલ- ભાજપની ગુરદાસપુર બેઠક પરથી સની દેઓલ 5.5 લાખથી વધુ મતથી જીતી ગયો. તેને વિનોદ ખન્નાની સીટ પરથી ઉભો રાખવામાં આવ્યો હતો. તેણે કોંગ્રેસનાં ઉમેદવાર સુનીલ જાખડને હરાવી દીધો છે.


રવિ કિશન- ભાજપે તેમને ગોરખપુરની બેઠક પરથી ટિકીટ આપી. અને રવિ કિશને સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર રામભુઆલ નિષાદને ત્રણ લાખથી વધુ મતથી હરાવી દીધા છે.


બાબુલ સુપ્રીયો- ભાજપ તરફી બીજી વખથ આસનસોલમાં ચૂંટણી લઢી TMC નેતા મુનમુન સેનને 1.97 લાખ મતથી હરાવ્યા