

ન્યૂઝ18ગુજરાતીઃ બ્રિટિશ પોલીને બુધવારે લંડન પાસે એક લૉરી કન્ટેરમાંથી (lorry container) 39 લોકોની લાશો મળી હતી. મૃતકોમાં 38 વયસ્ક અને એક કિશોરનો સમાવેશ થયો હતો. આ મામલામાં 25 વર્ષીય એક યુવકને ઉત્તરીય આયર્લેન્ડમાંથી પકડ્યો હતો. સ્કેનિયા કન્ટેર મૂળ બલ્ગેરિયાનું છે જે વેલ્સ બંદરથી યુકેમાં પ્રવેશી હતી.


ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે 30 લોકોની લાશ ભરેલું કન્ટેનર લંડનના (london) એસેક્સમાંથી (Essex) મળ્યું હતું. પોલીસને હજી સુધી આ મૃતકો વિશે કંઇ જ જાણકારી મળી નથી. પોલીસ પકડાયેલા 25 વર્ષીય યુવકની પૂછપરછ કરી રહી છે. આ યુવક આ કન્ટેનરનો ડ્રાઇવર છે. જેમાંથી લાશોનો ઢગલો મળ્યો હતો. અત્યારે પોલીસે લૉરી કન્ટેનરના ડ્રાઇવર ઉપર 39 લોકોની હત્યાનો શક છે. અને પૂછપરછ ચાલું છે.


ચીફ સુપરીટેન્ડેટ એડ્ર્યૂ મરિનર (Andrew Mariner)ના જણાવ્યા પ્રમાણે આ ખુબ જ દુઃખદ ઘટના છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અમારી ટીમ આ ઘટના પાછળના અસલી કારણ શોધમાં લાગેલી છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે મૃતકોની ઓળખ કરવાની પણ કોશિશ કરી રહ્યા છીએ. જેમાં અમને વધારે સમય પણ લાગી શકે છે.


અધિકારીના જણાવ્યા પ્રમાણે આ લૉરી લબલ્ગેરિયાથી (Bulgaria)આવી હતી. 19 ઑક્ટોબર 2019 શનિવારે હૉલિહેડથી (Holyhead)પ્રવેશી હતી.


અત્યારે પોલીસ આ ગુત્થીને ઉકેલવાની કોશિશ કરી રહી છે. આ મૃતદેહો કોના છે અને આટલી મોટ સંખ્યામાં આ લાશો ક્યાંથી આવી છે. આ ઘટના પાછળ માનવ તસ્કરી પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, લૉરી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે કારણ કે અમને શંકા છે કે આ માણસની કડીઓ ક્યાંકના ક્યાંક આ ઘટના સાથે જોડાયેલી છે.


પોલીસ કસ્ટડીમાં તેની સતત પૂછપછ કરવામાં આવી રહી છે. બ્રિટનના ઇતિહાસમાં આ બીજી મોટી ઘટના તરીકે જોવામાં આવી રહી છે. જેમાં એક લૉરી કન્ટેનરમાંથી આટલી મોટી સંખ્યામાં લાશો મળી હોય.


આ પહેલા વર્ષ 2000માં ડૉવરમાં (Dover)આવી જ ઘટના સામે આવી છે. જેમાં બેલ્જિયમાંથી આવેલી એક લૉરીમાંથી 58 લાશો મળી હતી.