

નવેમ્બરમાં સેન્ટ્રો કારના લોન્ચિંગ સાથે હુન્ડાઇએ તો ધમાકો કર્યો છે, પરંતુ તહેવારોની આસ-પાસ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની હજુ પણ કતારમાં છે. કાર લેતા પહેલાં, આપણા મનમાં ઘણા પ્રકારનાં વિચારો આવે છે. કારના મોડલથી સંબંધિત, ભાવ વિશે હંમેશાં કોઈ શંકા હોય છે. વાત કરીએ નવેમ્બરમાં લોન્ચ થનારી કાર વિશે.. ખૂબ જલદી આ શાનદાર કાર લોન્ચ થવા જઇ રહી છે.


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાઇ 400 અને ફોર વ્હીલ ડ્રાઇવ કન્ફિગ્રેશનને 19 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.


આ વાઇ 400 કારમાં 2.2 લિટર ડીઝલ એન્જિન હશે.આ મહિન્દ્રા વાય 400 કારની કિંમત 20 થી 25 મિલિયન વચ્ચે હોઇ શકે છે.


મારુતિ સુઝુકીની કાર અર્ટિગા ભારતમાં ખુબ જલદી આવી રહી છે. મારુતિ સુઝુકીની આ કાર ભારતમાં એસપીવી સેગમેન્ટની શાનદાર કાર છે.


રિપોર્ટ અનુસાર 21 નવેમ્બર 2018ના રોજ લોન્ચ કરવામાં આવશે. મારુતિની આ કારની કિંમત લગભગ નવ લાખ રુપિયા હોઇ શકે છે.


જો તમે પણ લકઝરી કારમાં શ્રેષ્ઠ કાર લેવા ઇચ્છો છો તો રોલ્ય-રોયસ ગ્રાહકો માટે એસયૂવી-કુલિનન સાથે તૈયાર છે.