

પોતાનું ઘર વસાવવાની યોજના બધાને હોય છે પરંતુ કેટલાક લોકો જ આ સપનાને પૂરું કરી શકે છે. જો તમે પણ પોતાનું ઘર ખરીદવા માંગો છો તો યોગ્ય સમયે યોગ્ય પ્લાનિંગ કરી તેને સરળતાથી પૂરૂં કરી શકો છો. ફાઇનેન્સિયલ એક્સપર્ટ્સ અનેકવાર કહે છે કે ઓછી ઉંમરે પ્લાનિંગ (Financial Planning) આપના જીવનભરના લક્ષ્યો (Financial Goals)ને પૂરા કરી દે છે. જો તમે લોન લેતી વખતે થોડી સમજદારી દર્શાવો તો આપનું ખરીદેલું ઘર બિલકલ મફત જેવું લાગશે અને જેટલાની લોન લીધી છે, તેનાથી વધુ રૂપિયા કમાઈ લેશો. આવો જાણીએ આ પ્લાનિંગ વિશે...


(1) લોનને સમજો : આપણે સૌથી પહેલા લોન વિશે જાણવી પડશે. અર્થ સ્પષ્ટ છે કે જેટલા ઓછા વર્ષની લોન લેશો, તેટલી વધુ ઈએમઆઈ થાય છે. અનેકવાર આપણે હોમ લોન 20 વર્ષ માટે લઈએ છીએ. જો તેને બદલે 30 વર્ષ માટે હોમ લોન લેશે તો તમારી ઈએમઆઈ નાની આવશે.


(2) જો તમે 20 વર્ષની લોનની ઈએમઆઈ જોશો તો તે 35,989 રૂપિયા છે. બીજી તરફ સમાન સ્થિતિમાં 30 વર્ષની હોમ લોન પર ઈએમઆઈ 32,185 રૂપિયા આવશે. જો 30 વર્ષની લોન લો છો તો 3804 રૂપિયાની બચત દર મહિને ઈએમઆઈમાં થઈ જશે. હવે તમારે માત્ર એટલું કરવાનું છે કે યોગ્ય ફાઇનાન્સિયલ પ્લાનિંગ પસંદ કરવાનું છે.


(3) તમે 20 વર્ષને બદલે 30 વર્ષની લોન લો અને ઈએમઆઈમાં બચી રહેલી રકમને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરી દો. સરળ ભાષામાં સમજીએ તો 30 વર્ષની લોન પર 3804 રૂપિયાની બચત કરી શકો છો. આ રકમની તમે 20 વર્ષ કે 30 વર્ષની એસઆઈપી કરી દો.


(4) એક્સપર્ટ્સ મુજબ, 3804 રૂપિયાની રકમ પર જો તમને 10 ટકા રિટર્ન મળે છે તો 20 વર્ષમાં તમે 29 લાખ રૂપિયા બચાવી લેશો.


(5) જો આપને 15 ટકા રિટર્ન મળે તો આ રકમ વધીને 57.66 લાખ રૂપિયા થઈ જશે. જો તમે આ રકમને પોતાની લોનના પૂરા સમય એટલે કે 30 વર્ષ સુધી રોકાણ કરશો તો તમને માત્ર 8 ટકા રિર્ટન પર જ 57.07 લાખ રૂપિયા મળી શકશે.


(6) આ રીતે આપનું ઘર ફ્રી થઈ જશે. 3804 રૂપિયા પર જો તમે 10 ટકા રિટર્ન (30 વર્ષ) મળે તો તમને 86.70 લાખ રૂપિયા મળશે. 30 વર્ષમાં તમને લોન પર 75.86 લાખ રૂપિયા વ્યાજ ભરશો. આ રીતે આપની મૂળ રકમ અને વ્યાજ મળીને તમે 1.15 કરોડ રૂપિયા બેંકને આપી દેશો.