

પુલવામા હુમલા ના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ સીમા પર છૂપાયેલા જૈશ-એ- મોહમ્મદનાં આતંકીઓ મંગળવારે વહેલી સવારે કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેનાના મિરાઝ 2000 ફાઇટર વિમાનમાંથી જૈશના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. આઈએએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી ઠેકાણાઓ પર 1000 કિલોના બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલામાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. આ કાર્યવાહી બાદ ગુજરાતની બોર્ડ ઉપર સુરક્ષા વધારાઇ હતી. જોકે, કચ્છના બોર્ડર ઉપર પાકિસ્તાની ડ્રોન દેખાતા વાયુસેના દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. (મેહુલ સોલંકી, કચ્છ)


મળતી માહિતી પ્રમાણે કચ્છ બોર્ડર નજીક અબડાસાના નુંધાતડ ગામ પાસે આજે સોમવારે સવારે છ વાગ્યાની આસપાસ પાકિસ્તાની ડ્રોન ઉડતું નજરે ચડ્યું હતું.


જેના પગલે તરત વાયુ સેના એલર્ટ થઇ હતી અને આ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. ત્યારબાદ તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.


ત્યારબાદ કચ્છ વાયુસેના અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી. વાયુસેનાને હાઇએલર્ટ અંગે માહિતી આપતા કચ્છ એરકોમ્ડો, શ્રીનિવાસને જણાવ્યું હતું કે, મારા એરબેઝ ઉપરથી કોઇપણ એરક્રાફ્ટ ઉડ્યું નથી.


એર સ્ટ્રાઇક અંગે અમને પણ મીડિયા થકી જ માહિતી મળી છે. જોકે, ડિફેન્સ મિનિસ્ટ્રી સત્તાવાર માહિતી ન આપે ત્યાં સુધી આ અંગે નિવેદન ન આપી શકું.