ગૂગલએ જાહેર કર્યું છે કે તેનો ફ્રી વાઇ-ફાઇ પ્રોગ્રામ Railwire સફળતાપૂર્વક અસમના ડિબ્રુગઢમાથી શરૂ થઇ ગયો છે. આ ઉપરાંત ડીબ્રુગઢ 400ના સ્થાન પરનું રેલવે સ્ટેશન બની ગયુ છે, જ્યાં ફ્રી Wi-Fi સર્વિસ શરૂ થઇ ગઇ છે. Google ભારતીય રેલવેની ટેલિકૉમ કંપની RailTel સાથે મળીને અહીના લોકો આ ફ્રી જાહેર Wi-Fi પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. રેલવેવાયર વાઇ-ફાઇ હોટસ્પોટ તે લોકોને 30 મિનિટ સુધી ફ્રી ઇન્ટરનેટ આપે છે, જે રેલવે સ્ટેશનની એક નક્કી રેન્જમાં આવે છે. ફ્રી વાઇ-ફાઇ પ્રોગ્રામમાં દરેક વ્યક્તિને 350 એમબી ડેટા આપવામાં આવે છે, જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગ અને ડાઉનલોડિંગ પણ સામેલ છે. વાઇ-ફાઇ હોટસ્પોટ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ ફ્રી Railwire ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરવા માંગો છો, તો અમે જણાવીએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.