ગ્રાહકો આ ફોનની ખરીદી પર જિયોઑફર્સનો લાભ લઈ શકે છે. જિયોના 398ના રિચાર્જમાં તમને ડબલ ડેટા આપવામાં આવશે, જે 70 દિવસ માટે દરરોજ 4 જીબી ડેટા આપશે. ડબલ ડેટા પ્લાન 280 દિવસ માટે માન્ય રહેશે, જેમાં તમને રૂ.1592 માં 280 દિવસ માટે ડબલ ડેટા મળશે. આ ઉપરાંત ગ્રાહકોને 299 રૂપિયાના રિચાર્જ પર 2400 રૂપિયાનું કેશબેક વાઉચર મળશે. ગ્રાહકોને 198 અથવા તેનાથી ઉપરના તમામ રિચાર્જ પર ડબલ ડેટાો બેનિફિટ મળશે.
આ ઉપરાંત રેડમી 7 પ્રો ખરીદવા પર એરટેલ કસ્ટમર્સને 1120GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ ઉપરાંત યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ પણ આપવામાં આવશે. ગ્રાહકો એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર 5% વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત આ સ્માર્ટફોન ખરીદવા માટે ઇએમઆઈ વિકલ્પ પણ ઓફર કરવામાં આવશે. ગ્રાહકો ફોનની ખરીદી પર એક્સ્ચેન્જ ઓફરોનો પણ લાભ લઈ શકે છે.
ફોનમાં 6.3 ઇંચની નોચ ડિસ્પ્લે છે. ફોનની સૌથી વિશેષ વસ્તુ તેની પાછળની પેનલ પર ઔરા ડિઝાઇન છે, જે અલગ લૂક આપે છે. આ ઉપરાંત કૉર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન ફોનની બંને બાજુએ છે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 675 પી પ્રોસેસર છે. ફોનને પાવર આપવા માટે તેની બેટરી 4,000 એમએચ છે. કંપનીએ દાવો કર્યો છે કે તેની બેટરી ફૂલના ચાર્જ કર્યા બાદ બે દિવસ સુધી ચાલશે.