રેડમીએ નોટ 7 પ્રો ને ખરીદવા પર એરટેલ ગ્રાહકોને 1120 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે. આ ઉપરાંત યૂઝર્સોને અનલિમિટેડ કૉલિંગનો લાભ પણ આપવામાં આવશે. એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડની ચૂકવણી પર ગ્રાહકોને 5% વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત આ સ્માર્ટફોન ખરીદવા માટે ઇએમઆઈ વિકલ્પ પણ ઓફર કરવામાં આવશે. ગ્રાહકો ફોનની ખરીદી પર એક્સ્ચેન્જ ઓફરોનો પણ લાભ લઈ શકે છે.