Mi Super Sale 2020: રૂ.15999ના ફોન ઉપર મળે છે રૂ.6000ની ભારે છૂટ
જો તમે સસ્તો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે સારી તક છે. ઉલ્લેખનીય છે કે ફોન ઉત્પાદક કંપની શિયોમીના (Xiaomi) Mi Super Sale 2020માં સ્માર્ટફોન ઉપર 6000 રૂપિયા સુધીની ભારે છૂટ મળી રહી છે.


નવી દિલ્હીઃ જો તમે સસ્તો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે સારી તક છે. ઉલ્લેખનીય છે કે ફોન ઉત્પાદક કંપની શિયોમીના (Xiaomi) Mi Super Sale 2020માં સ્માર્ટફોન ઉપર 6000 રૂપિયા સુધીની ભારે છૂટ મળી રહી છે. શિયોમીના Mi Super Sale 2020, 17 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો. જે 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સેલમાં Xiaomi સ્માર્ટફોન ઉપર ભારેભરખમ ડિસ્કાઉન્ડ મળી રહ્યું છે. સેલમાં Redmi Note 7 Pro, Redmi 8A, Redmi Note 8 Pro, Redmi Go જેવા સ્માર્ટફોન ઓછી કિંમતમાં ખરીદવાની તક છે. સ્માર્ટફોન ઉપર છૂટ ઉપરાંત ICICI બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા ઉપર પાંચ ટકા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. ચાલો જાણીએ કે કયાફોન ઉપર કેટલી ઓફર છે.


Redmi Note 7 Pro ઉપર 6000 રૂપિયાની છૂટઃ- Mi Super Sale 2020માં Redmi Note 7 Pro ઉપર 6000 રૂપિયા સુધીની ભારે છૂટ મળી રહી છે. Redmi Note 7 Proની ઓફિશિયલ કિંમત 15,999 રૂપિયા છે જ્યારે આ ઓફરમાં આ ફોન માત્ર 9999 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોનમાં 48MP AI રિયર કેમેરા સાથે Sony IMX586 કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. જેમાં Qualcomm® Snapdragon™ 675 પ્રોસેસર છે. ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે. જે બે દિવસ સુધી ચાલે છે. આમાં ટાઈપ-C ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે.


Redmi Note 8 Pro:- શિયોમીના રેડમી નોટ સિરિઝના ફોન Redmi Note 8 Proને ખૂબ જ સસ્તામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે. જેની ઓફિશિયલ કિંમત 16,999 રૂપિયા છે જ્યારે તમે Mi Super Sale 2020માં Redmi note 8 proને 3,000 રૂપિયાની છૂટ સાથે 13,999 રૂપિયામાં ખરીદી શકશો. આ ફોનમાં 6GB રેમ અને 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.


આ ઉપરાંત 24,999 રૂપિયાના Redmi K20ને 19,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે આ ઓફરમાં Redmi 8A 6,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. Redmi Note 8 ઉપર 2 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ છે. Redmi K20 Proને તમે 4,000 રૂપિયાની છૂટ સાથે 24,999માં ખરીદી શકશો. શિયોમીનો સૌથી સસ્તો ફોન Redmi Goને માત્ર 4,299 રૂપિયામાં મેળવી શકાશે.


મેળવો પાંચ ટકા એક્સટ્રા ડિસ્કાઉન્ટઃ- Mi Super Sale 2020માં ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ઉપર 5 ટકા વધારે છૂટ મેળવી શકો છો. વેબસાઈટ ઉપર આપેલી માહિતી પ્રમાણે શિયોમીની વેબસાઈટ કે એમઆઈ સ્ટોર એપ (Mi Store app) ઉપર Redmi Note 7 Pro(6+64GB, 6+128GB), Redmi K20, Redmi K20 Pro, Redmi Note 8 Pro, Redmi Note 8 (6+128GB), Mi A3, Mi TV 4X 43, Mi TV 4A Pro 43, Mi TV 4X 50, Mi TV 4X 55 & Mi TV 4X 65 ખરીદવા ઉપર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ ઓફર 29 ફેબ્રુઆરી સુધી છે. નો કોસ્ટ ઈએમઆઈ (No Cost EMI) ઓફર ICICI Bank Credit Cards ઉપર લાગુ નહીં થાય.