Fastest charging electric cars: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક કાર (Electric car)નું બજાર મોટું થઈ રહ્યું છે. આ કારોની માંગ પણ વધી રહી છે અને સાથે સાથે ઉત્પાદન પણ પહેલાની સરખામણીમાં વધ્યું છે. સામાન્ય રીતે, ઇલેક્ટ્રિક કારને ચાર્જ (Charge) કરવામાં ઘણો સમય લાગે છે અને ઇલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકો માટે આ સૌથી મોટી અસુવિધા છે. જોકે, જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ઈલેક્ટ્રિક કારમાં ચાર્જિંગનો સમય પણ ઘટી રહ્યો છે. અહીં અમે તમને તે ઇલેક્ટ્રિક કાર વિશે જણાવીશું જે સુપરફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. આ 5 કાર વિશ્વની સૌથી ઝડપી ચાર્જિંગ ઇલેક્ટ્રિક કાર છે.
Porsche Taycan Plus<br />Porsche Taycan Plus એ જર્મન સ્પોર્ટ્સ કાર બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આ કાર શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ છે અને સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં તેની ક્ષમતા સાબિત કરી છે. આ કાર વિશ્વની સૌથી ઝડપી ચાર્જિંગ કાર છે. ડીસી ચાર્જિંગ સાથે આ કાર ચાર્જિંગના એક કલાકમાં 1 હજાર કિમીથી વધુનું અંતર કાપી શકે છે.