

World Emoji Day 2020 : ઇમોજી, ઇમોશનને અભિવ્યક્ત કરવાનું સૌથી સરળ અને અસરદાર માધ્યમ છે. આજના સ્માર્ટફોન અને ઇન્ટરનેટના સમયમાં ધણી વાતો માટે શબ્દોની નહીં એક કાર્ટૂન ક્રેચર જ ધણું કહી જાય છે. ત્યારે આજે વર્લ્ડ ઇમોજી ડે છે. 17 જુલાઇ આજના જ દિવસે ઓફિશ્યલી પહેલું ઇમોજી મોકલવામાં આવ્યું હતું. ઓફિશિયલ યૂનિકોડ સ્ટેડર્ડ લિસ્ટ મુજબ 2017 સુધી 2666 ઇમોજી બનાવવામાં આવ્યા હતા.


તે પછી 2018માં 157 ઇમોજી જોડવામાં આવ્યા અને તે પછી 2019માં ઇમોજીપીડિયાના જણાવ્યા મુજબ બીજા 230 નવા ઇમોજી જોડવામાં આવ્યા. આમ હાલ 3 હજારથી વધુ ઇમોજી દુનિયાભરમાં છવાયેલા છે.


યુનિકોડ કંસોર્ટિયમ Emoji માટે આઉટલાઇન તૈયાર કરે છે. અને નક્કી કરે છે કે આ માટે Emoji બનવી જોઇએ કે નહીં. પણ એપ્પલ અને ગૂગલ જેવી કંપનીઓ પોતાના Emoji બનાવે છે. વર્લ્ડ ઇમોજી ડેની શરૂઆત જેરેમી બર્ગે કરી હતી. તે પોતે યુનિકોડ કમિટીના મેમ્બર છે. તેમના મુજબ દર વર્ષે મોટી સંખ્યામાં નવા ઇમોજી બનાવવા માટે આવેદન આવે છે. અને લોકો તેને પત્ર લખતા રહે છે.


1990ના અંતમાં ઇમોજીની શરૂઆત થઇ. સૌથી પહેલા એપ્પલે તેના આઇફોનના કી બોર્ડમાં તેને સામેલ કર્યું. પહેલીવાર Emoji ડે વર્ષ 2014માં મનાવવામાં આવ્યો. અને 17 જુલાઇને છેવટે ઇમોજી ડે તરીકે પસંદ કરવામાં આવ્યો. જેરેમી બર્ગે Emoji પર બેસ્ડ સર્ચ એન્જિન Emojipedia ચલાવે છે.


સૌથી પહેલું ઇમોજી શિગેતાકા કુરીતા નામના વ્યક્તિએ 1990માં બનાવ્યું હતું. હવે તો ઇમોજીની મોટી દુનિયા છે અને તેની પર હોલિવૂડમાં એક ફિલ્મ પણ બની ગઇ છે. સમયની સાથે કંપનીઓએ યુઝર્સને આકર્ષવા માટે નવા નવા ઇમોજી બનાવ્યા. અને આ જ કારણ હવે ઇમોજી અલગ અલગ કલર ટોનથી લઇને અન્ય ક્રિએટીવ વેમાં જોવા મળે છે. ચોક્કસથી એક ઇમોજીએ અનેક શબ્દોનું કામ સરળ કરી દીધું છે. અને હવે ભાવનાની અભિવ્યક્તિ માટે ડિજિટલ ચેટિંગમાં આપણા મગજમાં સૌથી પહેલા ઇમોજી જ આવે છે.