

રિલાયન્સ જિયો (Reliance Jio)ના આવ્યા બાદ ટેલીકોમ સેક્ટરમાં કોમ્પિટિશન વધી ગઈ છે. ત્યારબાદ દરેક કંપની સસ્તા પ્લાન આપવા માટે મજબૂર થઈ ગઈ છે. આજે અમે આપને રિલાયન્સ જિયોનો એક એવો પ્લાન જણાવી રહ્યા છીએ જેમાં તમે માત્ર એક રૂપિયો આપીને 28 દિવસની એકસ્ટ્રા વેલિડિટી મેળવી શકો છો. આવો આપને જણાવીએ આ પ્લાન વિશે...


મૂળે, ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો એ 598 અને 599 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે. આ બંનેની વચ્ચે છે આમ તો એક રૂપિયાનું અંતર પરંતુ બંને પ્લાન જ્યારે તમે સાંભળશો તો તમે જ્યારે કોઈ પેક લેશે તો પહેલા તેના વિશેની તમામ જાણકારી ચોક્કસ પણે જાણી લો.


598 રૂપિયાનો જિયો પ્લાનઃ આમ તો 598 રૂપિયાના રિચાર્જ કરાવો કે 599 રૂપિયાનું. બંનેમાં 1 રૂપિયાનું અંતર છે. પરંતુ આ વિગતો વાંચ્યા બાદ રિચાર્જ પેક વિશે તમને વધુ જાણવા મળશે. 598 રૂપિયાના પ્લાનમાં 2GB ડેટા દરરોજ મળે છે. એટલે કે સમગ્ર પેકમાં 112GB હાઇ સ્પીડ ડેટા મળે છે. જેવી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે તો તેની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. જિયો નેટવર્કમાં 200FUP મિનિટ વાત કરવા માટે મળે છે. સાથોસાથ દરરોજ 100 SMS પણ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સ સબ્સક્રિપ્શન પણ આ પેકના ગ્રાહકોને મળે છે. જિયોના આ પ્લાનમાં કોઈ એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર એક વર્ષ માટે ડીઝની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.


599 રૂપિયાનો પ્લાનઃ આવી જ રીતે જિયો કંપનીએ 599 રૂપિયાનો એક પ્લાન પણ લૉન્ચ કર્યો છે. તેની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં પણ 2 GB ડેટા દરરોજ મળે છે. તેમાં ગ્રાહકોને 112 GB હાઇસ્પીડ ડેટા મળે છે. જેવી ડેટા લિમિટ ખતમ થઈ જાય છે તો તેની સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. જિયો નેટવર્કમાં 200FUP મિનિટ વાત કરવા માટે મળે છે. સાથોસાથ દરરોજ 100 SMS પણ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સ સબ્સક્રિપ્શન પણ આ પેકના ગ્રાહકોને મળે છે. જિયોના આ પ્લાનમાં કોઈ એકસ્ટ્રા ચાર્જ આપ્યા વગર એક વર્ષ માટે ડીઝની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.


શું છે પ્લાનમાં અંતરઃ એક રૂપિયાના અંતરવાળા આ પ્લાનમાં વેલિડિટીનું અંતર છે. 598 રૂપિયાવાળા પ્લાનમાં 56 દિવસની વેલિડિટી છે. જ્યારે 599 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટી છે. હવે તમે ગણતરી કરો કે બંનેમાં 28 દિવસની વેલિડિટીનું અંતર છે. કહેવાનો અર્થ એ છે કે માત્ર એક રૂપિયો વધુ ખર્ચ કરતાં 28 દિવસની વેલિડિટી વધી ગઈ છે. હવે તમે જ્યારે પણ કોઈ પ્લાન લો તો દરેક પ્લાનની ઝીણવટભરી તપાસ કરવી જરૂરી છે.