Home » photogallery » tech » WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

લેટેસ્ટ અપડેટની સાથે વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝન 2.2043.7માં વોઇઝ અને વીડિયો કોલ માટે સપોર્ટ ઇન્ટિગ્રેટેડ છે

  • 16

    WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

    નવી દિલ્હીઃ WhatsApp યૂઝર્સને ફેસ્ટીવ સીઝનમાં ગિફ્ટ મળી છે. મૂળે ટૂંક સમયમાં વેબ વર્જન પર વોઇઝ અને વીડિયો કોલિંગ ફીચર (Voice and Video Calling Feature) મળી શકે છે. એક નવા રિપોર્ટ મુજબ, WhatsApp પોતાના વેબ વર્જનમાં વોઇઝ અને વીડિયો કોલિંગ લાવવા પર કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે WhatsApp વેબ વર્ઝન 2.2043.7માં આવેલા એક નવા અપડેટ બાદ આ ફીચરને જોવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 26

    WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

    આ ફીચર હાલ બીટા ફેઝમાં છે જેનાથી જાણી શકાય છે કે કંપની પબ્લિક રિલીઝ પહેલા તેનું ટેસ્ટિંગ કરી રહી છે. WhatsApp વોઇઝ અને વીડિયો કોલ પહેલા જ એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં ઉપલબ્ધ છે. એવું લાગે છે કે ટૂંક સમયમાં જ આ સુવિધા ડેસ્કટોપ વર્ઝનમાં પણ મળશે.

    MORE
    GALLERIES

  • 36

    WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

    ચાલી રહ્યું છે ટેસ્ટિંગ - WhatsApp ફીચરને ટ્રેક કરનારા ટ્વિટર એકાઉન્ટ WABetaInfoના રિપોર્ટ મુજબ, લેટેસ્ટ અપડેટની સાથે વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝન 2.2043.7માં વોઇઝ અને વીડિયો કોલ માટે સપોર્ટ ઇન્ટિગ્રેટેડ છે. હાલ આ ફીચર બીટા ફેઝમાં છે. WABetaInfoએ તેનું ટેસ્ટિંગ કર્યું છે અને કેટલાક સ્ક્રીનશોટ પણ શૅર કર્યા છે.

    MORE
    GALLERIES

  • 46

    WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

    સ્ક્રીનશોટ જોવાથી જાણી શકાય છે કે ડેસ્કટોપ પર વોટ્સએપ વેબ ઉપયોગ કરવા દરમિયાન કોલ આવે છે તો એપ પોપ-અપ વિન્ડો ખુલી જાય છે. આ વિન્ડો પર કોલને રિસીવ કરવા અને રિજેક્ટ કરવાનું ઓપ્શન રહે છે. નીચેની તરફ Ignore ઓપ્શન પણ છે. બીજી તરફ, કોલ કરવા માટે એક નાના પોપ-અપ વિન્ડોમાં video, mute, decline જેવા ઓપ્શન રહે છે.

    MORE
    GALLERIES

  • 56

    WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

    બીટા એપમાં લેટેસ્ટ અપડેટ ટૂંક સમયમાં - આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અપડેટની સાથે ગ્રુપ વોઇસ અને વીડિયો કોલ માટે પણ અપડેટ આવી ગયા છે. જોકે આ ફીચર ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતું અને તેને ટૂંક સમયમાં વેબ વર્ઝનમાં એડ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે વોટ્સએપ વેબ વર્ઝન પર પહેલાથી મેસેન્જર માટે સપોર્ટ ઉપલબ્ધ છે. વીડિયો અને વોઈઝ કોલ ઓપ્શન આવવાની સાથે જ એક્સપીરિયન્સ વધુ ઉત્તમ થઈ થશે.

    MORE
    GALLERIES

  • 66

    WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

    ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ફેસબુકના માલિકી હકવાળી વોટ્સએપે આ ફીચર વિશે કોઈ જાણકારી શૅર નથી કરી. જોકે આશા છે કે બીટા એપમાં લેટેસ્ટ અપડેટ આવ્યા બાદ ઓફિશિયલ સ્ટેબલ રિલીઝ પણ આવનારા દિવસોમાં આવી જશે.

    MORE
    GALLERIES