WhatsApp Cashback Offer: વોટ્સએપ (WhatsApp)ગ્રાહકો માટે એકથી એક જોરદાર ફીચર લાવતું રહ્યું છે, અને હાલમાં જ મેસેજિંગ એપ પર પેમેન્ટ ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એપએ વોટ્સએપ પેમેન્ટ (WhatsApp Payments) ફીચર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કૅશબેક આપવાનું શરુ કર્યું છે. વોટ્સએપ પેમેન્ટથી પોતાના મિત્રો કે પરિવારને પૈસા મોકલતા યુઝરને કંપની 35 રૂપિયાનું કૅશબેક ઓફર કરી રહી છે. જો કે, અહીં ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે આ કૅશબેક ફક્ત ત્રણ વખત અને ત્રણ અલગ-અલગ નંબરો પર પૈસા મોકલવા પર મળશે.
જો તમે પણ વોટ્સએપની આ કૅશબેક સ્કીમનો ફાયદો ઉઠાવવા માગો છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. વાસ્તવમાં કંપનીએ કૅશબેક સ્કીમ સાથે જોડાયેલા કેટલાક સવાલો અને જવાબોનું લિસ્ટ જારી કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘અમે સિલેક્ટેડ વોટ્સએપ યુઝર્સ માટે કૅશબેક પ્રમોશન સ્કીમ લોન્ચ કરી રહ્યા છીએ.’
એક વખત જ્યારે તમને કૅશબેકનો ઓપ્શન મળી જાય છે, તો તમે 35 રૂપિયા કૅશબેક મેળવવા માટે કોઇપણ રજિસ્ટર વોટ્સએપ યુઝરને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો તમે જેને પૈસા મોકલવા ઇચ્છો છો તે વોટ્સએપ પર નથી, તો તમારે તેમને વોટ્સએપ પર invite કરવાનું રહેશે. જણાવી દઈએ કે વોટ્સએપે આ કૅશબેક ઓફરને લઇને કોઈ મિનિમમ અમાઉન્ટની શરત નથી રાખી. સાથે જ વોટ્સએપ યુઝરને પ્રતિ યુઝર એક જ વખત કૅશબેક રીવોર્ડ મળશે.
એટલે આ ઓફરનો પૂરતો ફાયદો ઉઠાવવા માટે તમારે ત્રણ અલગ-અલગ વોટ્સએપ યુઝર્સને પૈસા મોકલવાના રહેશે. Payment અંગે વોટ્સએપનું કહેવું છે કે WhatsApp તમારા અકાઉન્ટની સુરક્ષાને બહુ જરૂરી માને છે. તે WhatsApp પેમેન્ટથી થતા ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત રાખે છે. વોટ્સએપ કહે છે કે તમારે વિશ્વાસપાત્ર થર્ડ પાર્ટીને જ પેમેન્ટ કરવું જોઈએ. ફક્ત એ ઓફર સ્વીકારો કે એવી લિંક પર ક્લિક કરો જે ભરોસાપાત્ર કોન્ટેક્ટ્સ દ્વારા મોકલવામાં આવી હોય.