વોટ્સએપ (WhatsApp)માં નવા અપડેટની સાથે એક્સપીરિયન્સ પણ બદલાઇ જાય છે, અને હવે જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં અનેક નવા ફીચર્સ આવવાના છે. WABetaInfoથી મળેલી જાણકારી મુજબ વોટ્સએપ 4 નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેને યૂઝર્સ વહેલી તકે ઉપયોગ કરવા મળી શકે છે. જાણવા મળ્યું છે કે વોટ્સએપે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ગૂગલ બીટા પ્રોગ્રામ માં નવું વર્જન 2.20.198.11 સબ્મિટ કર્યું છે. આવો જાણીએ આવનારા નવા ફીચર્સ વિશે...
Storage Usage Tool: WhatsApp એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવા ટૂલ પર કામ કરી રહ્યું છે. જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં સ્ટોરેજ યૂઝર્સ માટે નવું ફીચર રજૂ કરવામાં આવશે. WABetaInfoએ આ વાતની જાણકારી આપી છે કે અને જણાવ્યું છે કે વોટ્સએપ છેલ્લા કેટલાક મહિનાથી આ નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેની રિલીઝ ડેટ હજુ જાણવા નથી મળી. મળતી માહિતી મુજબ આ ફીચરની મદદથી યૂઝર્સને ફોનની સ્પેસ ખાલી કરવામાં મદદ મળશે, સાથોસાથ તેઓ વોટ્સએપ મીડિયાને પણ એક્સપ્લોર કરી શકશે.