

WhatsApp પર એક સુવિધા જે આપણને સૌથી વધુ ભારે લાગે છે તે છે લોગઆઉટ. આ વિકલ્પ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે, પરંતુ Whatsapp પર આવા કોઈ વિકલ્પ નથી. યૂઝર્સ આના પર આવતા નોટિફિકેશનની બચી શકતા નથી. આ કિસ્સામાં એપ્લિકેશન કાઢી શકાતી નથી. ગ્રૃપ હોય કે ચેટ અનેક મેસેજથી આપણે પરેશાન થઇએ છીએ. એટલે તમે પોતાને ઇનવિઝિબલ કરીને છૂટકારો મેળવી શકો છો.ચાલો જાણીએ કે એપ ડિલીટ કર્યા વગર છુટકારો કેવી રીતે મેળવી શકાય.


Silent Ringtone - અનેક વખત આપણે 'બ્લુ ટિક રીડ રિસિપ્ટ્સ' ને ઓફ કરીને તેનાથી બચવા માંગીએ છીએ, અને દરેકના મેસેજ શાંતિથી વાંચી લઇએ અને કોઇને ખબર પણ ન પડે. . સત્તાવાર રીતે વોટ્સએપને સાઇલેન્ટ કરવાનો કોઇ રસ્તો નથી, પરંતુ તમારે વોટ્સએપમાં પોતાને ઇનવિઝીબલ કરવા માટે તમારે સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરવા પડશે. ત્યારબાદ તમને કોઇ નહીં જોઇ શકે, આ સ્ટેપ ફોલો કરો.


ફોનને સાઇલેન્ડ મોડ પર મૂકો - વોટ્સએપ પર કોલ અથવા મેસેજ માટે નો રીંગટોન સિલેક્ટ કરીને કોઇ ઓપ્શન નથી, તમારે મોબાઇને સાઇલેન્ટ કરવો પડે છે.


WhatsAppના નોટિફિકેશનને ડિસેબલ કરો - ફોનની સેટિંગ્સ પર જાઓ અને એપ્લિકેશન પર ક્લિક કરો પછી એપ્લિકેશન્સના નોટિફિકેશસને ડિસેબલ કરો, આ ઉપરાંત વાઇબ્રેશન અને પોપઅપ્સને પણ ડિસેબલ કરો, ત્યારબાદ વોટ્સએપ ખોલ્યા બાદ તમને મેસેજ મળશે વારંવાર નોટિફિકેશન નહીં મળે.


Notification લાઇટને ડિસેબલ કરો - વૉટ્સએપને ખોલો અને તેના સેટિંગમાં જઇને તેના નોટિફિકેશન લાઇટને ડિસેબલ કરો. તેનો મેસેજ આવ્યા બાદ ફોનની લાઇટ નહીં ચાલે.


આ બધું કર્યા પછી, તમને બેકગ્રાઉન્ડમાં વોટસએપના મેસેજ મળશે પરંતુ તેના વિશે નોટિફિકેશન નહીં મળે અને તમે વિક્ષેપિત થશો નહીં. જો તમે તમારા મેસેજને તપાસવા માંગતા હોય તો તમારે એપ્લિકેશન ખોલવી પડશે.


Force Stopનો પણ છે વિકલ્પ - જો તમે ઇચ્છો છો કે યૂઝર્સના મેસેજ તમારા સુધી ડિલીવર ન થાય અને ઇન્ટરનેટ પણ બંધ કરવું પડે તો તમારે એક સેટિંગ બદલવું પડશે. ફોનના સેટિંગમાં ‘Force stop’ પક ક્લિક કરો, ત્યારબાદ બેકગ્રાઉન્ડમાં ડેટાને ડિસેબલ કરી દો, તે તમારા ડેટાને બચાવવામાં મદદ કરશે. આમ કર્યા બાદ પણ તમે મેસેજ મળશે અને તમે તેમની સુવિધા અનુસાર તેનો જવાબ આપી શકો છો.