

વોટ્સએપ (WhatsApp)નું સ્ટેટસ ફીચર લોકોમાં ખૂબ લોકપ્રિય છે. ઇન્ડિયન યૂઝર્સ સ્ટેટસ ફીચરને ખૂબ પસંદ કરે છે અને દરેક પ્રકારની ઇવેન્ટમાં સ્ટેટસ શૅર કરે છે. પરંતુ અનેકવાર આપણા દોસ્ત સ્ટેટસમાં કોટ્સ (quotes) અને તસવીરો મૂકે છે, જે આપણને ખૂબ પસંદ આવે છે, અને આપણે તેને ડાઉનલોડ પણ કરવા માંગીએ છીએ. પરંતુ વધુ વાતચીત ન થતી હોવાથી આપણને માંગવામાં સંકોચ થતો હોય છે.


પરંતુ આપને જાણવા મળે કે તમારા દોસ્તોના વૉલપેપરમાં મૂકવામાં આવેલા વીડિયો અને તસવીરો આપના ફોનમાં પણ Save થઈ જાય છે તો. જી હા, સ્ટેટસમાં મૂકવામાં આવેલા વીડિયો અને તસવીરો Save થઈ શકે છે. તો આવો જાણીએ કે તમારા ફોનમાં ક્યાં Save થાય છે આપના દોસ્તોની સ્ટોરીમાં પોસ્ટ થયેલા વીડિયો અને તસવીરો...


1. તેના માટે તમારે સૌથી પહેલા WhatsApp ઓપન કરવું પડશે. હવે તે સ્ટેટસ ઓપન કરો જે આપના દોસ્તો પોસ્ટ કર્યું છે.


2. હવે આપના ફોનના ફાઇલ મેનેજર (File Managaer/Files)માં જવું પડશે. ત્યારબાદ તેમાં આવેલા 'Internal Storage' પર ટૅપ કરો.


4. હવે તેમાં જ્યારે તમે થોડું સ્રોશેલ કરશો તો તેમાં ‘Statuses’નું ઓપ્શન મળશે. તેને ઓપન કરતાં આપની સામે આપના દોસ્તોના તમામ સ્ટેટસ આવી જશે.