વોટ્સએપ ટૂંક સમયમાં એક નવું ફિચર રજૂ કરવા જઈ રહ્યું છે. આ એક એવી સુવિધા છે જે યૂઝર્સ માટે પ્રખ્યાત છે અને તેનું નામ 'બૂમરેંગ' છે. જે યૂઝર ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે તેઓને આ સુવિધા વિશે બધું જાણતા હશે. વોટ્સએપ હવે ટૂંક સમયમાં જ ઇન્સ્ટાગ્રામની આ લોકપ્રિય સુવિધાને આઇઓએસ પર લાવવાની તૈયારી કરી રહ્યું છે.
હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ બૂમરેંગ સુવિધા યૂઝર્સને GIFની જેમ એક વીડિયો પાછળની બાજુ અને આગળ તરફ વીડિયો લૂપ કરવાની મંજૂરી આપે છે. વાબીટિન્ફોએ વધુમાં જણાવ્યું હતું કે હવે વોટ્સએપ પર આ સુવિધા સાત સેકંડના વીડિયોના લૂપને પાછળની બાજુ અને આગળ જવા દેશે. જો કે હજી સુધી તે જાહેર થયું નથી કે આ સુવિધા યુઝર્સ માટે ક્યારે શરૂ થશે.