

નવી દિલ્હી : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (Whatsapp App) યૂઝર્સ હવે ભારતમાં ક્યાંય પણ એપ પરથી પૈસાની લેવડ દેવડ કરી શકશે. વોટ્સએપના માધ્યમથી અન્ય વૉટ્સએપ યૂઝર્સને યૂપીઆઈ આઈડી (UPI ID) દ્વારા પૈસા મોકલી શકાશે. હકિકતમાં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ (NPCI) દ્વારા આ સેવા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.


શું છે WhatsApp Pay : વોટ્સએપનું ભારતમાં બે વર્ષથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેમેન્ટ મેથડમાં કેટલીક સમસ્યાઓ આવી રહી હતી એના કારણે આ સેવા લૉન્ચ નહોતી થઈ રહી. આ સર્વિસ યુપીઆઈ (UPI) આધારીત છે. જેવી રીતે પેટીએમ, ફોન પે કે ગૂગલ પે કામ કરે છે તેવી રીતે જ કામ કરશએ.


UPI સેવા વોટ્સએપ સાથે શરૂ થવાથી તમે વોટ્સએપમાંથી તમારાં મોબાઇલનું રિચાર્જ કરી શકશો, બીલ ભરી શકશો, રોકડ રકમ ટ્રાન્સફર કરી શકશો. શક્ય હશે ત્યા સુધી એના માધ્યમથી અન્ય એપની જેમ ખરીદી કરવાના ઓપ્શન પણ મળી શકશે.


નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ હાલમાં રોજ એક ખાતામાંથી પ્રતિદિન 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. એના માટે તમારે તમારી બેંકનો સંપર્ક કરવાનો રહેશે.


1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ થશે : NPCIએ UPIના પ્રોસેસ્ડ ટ્રાન્જેક્શન વોલ્યૂમ પર 30 ટકાની મર્યાદા મૂકી છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. NPCIએ એક પ્રેસ નોટમાં જણાવ્યું કે આ મર્યાાદ મૂકવાનું કારણ રોજના 2 અબજ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હોવાના આંકડા અને ભવિષ્યનો ગ્રોથ છે. આ વ્યવસ્થાને જોખમ રહિત આગળ લઈ જવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.