ફેસબુકના(Facebook) પ્લેટફોર્મ્સ વ્હોટ્સએપ(WhatsApp) મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ(Instagram)ના મોટાભાગના ફીચર્સ લગભગ એકસમાન છે. ત્યારે મળતી માહિતી અનુસાર, હવે કંપની ઇન્સ્ટાગ્રામનું એક ખાસ ફીચર વ્હોટ્સેપમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. WAbetainfoના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપ પોતાના વોઇસ મેસેજિંગ ફીચરમાં વેવફોર્મની ટેસ્ટિંગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, WAbetainfo એ વ્હોટ્સએપ પર આવનારા નવા અને આગામી ફીચર્સને ટેસ્ટ કરવાનું કામ કરે છે. ઇન્સ્ટાગ્રામમાં વેવફોર્મ ફીચર પહેલાથી જ ઉપલબ્ધ છે, જેમાં વોઇસ રેકોર્ડ કરતી વખતે રિયલ ટાઈમ વેવફોર્મ્સની જાણ થઇ જાય છે.
Multi-Device સપોર્ટ પણ આવી રહ્યું છે- મહત્વનું છે કે, વ્હપ્ટ્સેપ પર વધુ એક Multi-Device સપોર્ટ ફીચર પણ શામેલ થવા જઈ રહ્યું છે. જેનો ઉપયોગ કરીને યુઝર પોતાના એક જ વ્હોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરીને એકસાથે 4 ડિવાઇસમાં ચલાવી શકશે. જોકે, આ ફીચર આવ્યા બાદ કોઈ એક ડિવાઇસ પર લોગઈન કરવાથી બાકીના બધા જ ડિવાઇસ પર લોગઈનનો મેસેજ પહોંચી જશે.