

વોટ્સએપ 2018ની શરૂઆતથી સતત તેમની એપમાં નવા- નવા અપડેટ્સ રજૂ કરી રહ્યુ છે. કદાચ હોઈ શકે આવનારા અપડેટ્સથીઆપણે વધુ ખુશ ન થાય, પણ મુશ્કેલીમાં જ આવી જાય. હકીકતમાં વોટ્સએપ પર સ્ટેટસ ટૂંક સમયમાંજ કંપનીની કમાણી બની શકે છે. WaBetaInfo અનુસાર, વોટ્સસ્પેપ તેમના યૂઝર્સના સ્ટેટસમાં જાહેરાતમાં બતાવશે. ઓગસ્ટની શરૂઆતમાં આઇ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એપ્લિકેશનમાં જાહેરાતની શરૂઆત આગળના વર્ષે એટલે કે 2019થી શરૂ થશે. આ ઉપરાંત અન્ય ઘણા અહેવાલોમાં માહિતી આપવામાં આવી છે કે હવે સમય આવી ગયો છે કે હવે વોટ્સએપ જાહેરાતથી કમાણી કરી શકશે.


WABetaInfo ની જાહેરાતોને લઇને અનેક ટ્વિટ્સ કરવામાં આવ્યા છે કે કંપની પોતાની એપ્લિકેશન પર જાહેરાત બતાવશે. કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં આ જાહેરાત આઇઓએસ એપ્લિકેશન પર જ લાગુ થશે, જેના માટે પરીક્ષણ શરૂ થયું છે.


માહિતી મુજબ, જાહેરાત વિડિયોની જેમ જ હશે અને તે બરાબર તે જ કામ કરશે જેમ ઇન્સ્ટ્રાગ્રામ સ્ટોરીઝમાં થાય છે. ફેસબુકએ આ જ વર્ષે જૂનમાં ઇન્સ્ટ્રાગ્રામ સ્ટોરીઝમાં જાહેરાતની શરૂઆત કરી હતી. આ ઉપરાંત, વોટ્સએપ વધુ ફિચરનું પરિક્ષણ કરી રહી છે.


એન્ડ્રોઇડ પોલીસ અહેવાલ મુજબ તે હાલમાં એન્ડ્રોઇડ પાઇ બીટા માટે છે, જેનાથી જો યૂઝર્સને કોઈ ફોટો મોકલે છે, તો તે નોટિફિકેશથી જ મોટા ફોર્મેટમાં જોઈ શકશે. આ જીઆઈએફ અને વિડિયો માટે નથી, તેમાં માત્ર આવેલા ફોટોઝ જ માટે જ નોટિફિકેશનથી મોટા ફોર્મેટમાં પ્રીવ્યુ જોઇ શકાશે.


ઉપરાંત, ઘણા દિવસોથી રિપોર્ટ આવી રહ્યો છે કે વૉટ્સએપ પર સ્ટીકરનો પણ ઑપ્શન આવી રહ્યો છે. આ વર્ષે જુલાઈમાં વોટસએપ એન્ડ્રોયડના બીટા એપ્લિકેશનમાં સ્ટીકર્સનું પ્રીવ્યુ કર્યું હતું અને હવે WABetainfo ની રિપોર્ટ મુજબ કંપનીએ બીટા વર્ઝનમાં પણ નવું સ્ટીકર પૅક સામેલ કરી દીધુ છે. જે 'બિસ્કૂટ' નામ છે. આ સ્ટિકર પહેલેથી ફેસબુક પર ઉપલબ્ધ છે અને હવે તેને વૉટસએપ પર આપવામાં આવી રહ્યુ છે. આ સ્ટીકર રીએક્શન ફિચર્સને બીટામાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે આવી કોઈ માહિતી મળી નથી કે આ સુવિધાને તમામ યુઝર્સ માટે રજૂઆત કરવામાં આવશે.


આ ઉપરાંત, વૉટસએપ બે નવા ફિચર લાવવા માંટે કામ કરે છે. આ ફિચર્સનું નામ જવાબ આપવા માટે સ્વાઇપ કરો અને નવું ડાર્ક મોડ છે. WhatsAppનો પહેલો રિપ્લાઇ હાલમાં (સ્વાઇપ ટુ રિપ્લે) હાલમાં iOS પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં તે એન્ડ્રોઇડ પર આવશે. જવાબ આપવા માટે સ્વાઇપ કરો એક સિમ્પલ ફિચર છે, જેમાં યુઝર મોબાઇલ પર આલેવા મેસેજને સ્વાઇપ કરી તેનો જવાબ આપી શકે છે.